તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વાંસદાના નેશનલ પાર્કમાં ચિતલ માદા હરણનો મૃતદેહ મળી આવ્યો

આહવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોતનું કારણ પીઅેમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે

ડાંગ જિલ્લાનાં જંગલોમાં દીપડા, ઝરખ, હરણ, સસલાની પ્રજાતિ વધારે જોવા મળે છે. તેવામાં ગતરોજ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગના નવતાડ રેંજ નેશનલ પાર્કનાં કાર્ય વિસ્તારમાં બીટ કાળાઆંબા-2નાં કમ્પાઉન્ડનાં ભરાડીનાં મેદાનમાં ચિતલ(માદા) હરણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ હરણના મૃતદેહ અંગેની જાણ વાંસદા નવતાડ નેશનલ પાર્કનાં આરએફઓ જીગરભાઈ પટેલને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ચિતલ હરણનાં મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. હરણનું મૃત્યુ કુદરતી રીતે થયુ છે કે પછી કોઈક જંગલી પ્રાણીનાં હુમલાનાં પગલે થયુ છે એ પીએમ રિપોર્ટ બાદ જ માલુમ પડશે.

દીપડાના હુુમલામાં મોત થયાનું પ્રાથમિક તારણ
નવતાડ વાંસદા નેશનલ પાર્કમાં દીપડાનાં ખોરાક માટે હરણને છોડવામાં આવ્યા છે. ગતરોજ મળી આવેલ હરણનો મૃતદેહ જોતા કદાચ દીપડાએ જ આ હરણ પર હુમલો કર્યોનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યુ છે. વધુમાં આ માદા ચિતલનાં પાછળનાં ભાગે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવેલી જેથી આ ચિતલ હરણ જંગલી પ્રાણીનાં હુમલામાં મોત થયાનો પ્રાથમિક કારણ લગાડ્યો હતો. - જીગરભાઈ પટેલ, અધિક્ષક, નવતાડ રાષ્ટ્રીય નેશનલ પાર્ક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો