તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ ચાલુ કરવા માગ:આહવા એસટી ડેપોથી વઘઇ અને સાપુતારા જતી બસ હજુ પણ બંધ

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક યુવાનો અને વડીલો દ્વારા બસ ચાલુ કરવા માગ

આહવા ડેપોથી વઘઈ અને સાપુતારા ઉપડતી અમુક બસો હજુ પણ બંધ રહેતાં યુવાનો સહિત મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક યુવાઓ અને વડીલો દ્વારા બસ રાબેતા મુજબ ફરી ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે.ડાંગ જિલ્લામાં કોરોનાનુ હવે સંક્રમણ ખુબ જ ઓછું છે તેમ છતાં વઘઇ તાલુકાની અમુક બસોને રાબેતા મુજબ શરૂ નહીં કરાતા ગામડામાંથી રોજ અપડાઉન કરતાં યુવાનો, વડીલો સહિત નાના-મોટા ધંધાર્થીઓ ઉપરાંત સ્થાનિક મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

વઘઇ તાલુકામાં આવેલ સાવરખડી, સિલોટમાળ, ભુરભેંડી, દિવડીયાવન, કોસમાળ,દગુનીયા,માંળુગા તથા આહવા-વ્યારા બસ અને વલસાડ-સાપુતારા બસ પણ સ્થાનિક મુસાફરો સહિત રોજ અપડાઉન કરતા શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ હતી. કોરોના સંક્રમણને લઈને આ બસ બંધ થઈ જતા યુવાનો, વડીલો, નાના મોટા ધંધાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હતી. હવે કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને કેસોની સંખ્યા નહિંવત રહેતા તમામ મુસાફરો આ બસોને શરૂ કરવાની માંગ કરી રહ્યાં છે.

જયારે વઘઈમાં તમામ લોકો વઘઇ તાલુકા પંચાયત કે પછી વઘઈ તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજો માટે દુર દુરથી પોતાના પ્રાઈવેટ વાહનોમાં આવતા હોય છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ વધતા લોકોને કામકાજ માટે વાહન લાવવું પણ મોંઘુ પડી રહ્યું છે. જયારે અમુક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે પોતાના વાહનો નહીં રહેતા તેઓને હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ નિગમમાં સમાવિષ્ટ આહવા ડેપો મેનેજર આ બસને ફરી શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...