તપાસ:ગોસાઇના આંકડા પાસે મળેલો મૃતદેહ મહારાષ્ટ્રના યુવાનનો

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવાપુર સંબંધીના ઘરે જવા નીકળ્યો હતો

ડાંગ જિલ્લાનાં આહવા-સાપુતારા રોડ પર ગોસાઈના આકડા નજીકથી મળી આવેલા યુવાનની લાશની ઓળખ થઈ હતી. આ મુતક યુવાન મહારાષ્ટ્રના ગારખેડા ગામનો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ડાંગ જિલ્લાનાં આહવાથી સાપુતારાને જોડતા રોડ પર જંગલ વિસ્તારમાં આવેલા ગોસાઈના આંકડાનાં નીચે આવેલી નદીનાં વિસ્તારમાં ગત સાંજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ આહવા પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ લાશનો કબજો મેળવી આ મૃતદેહ ક્યાથી આવ્યો અને ક્યાંનો છે એ અંગે આહવા પોલીસે વધુ તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ મૃતદેહ વિજય ભગવાનભાઈ ચૌહાણ (ઉ.વ. 27, ગારખેડા, તા. જામનેર, મહારાષ્ટ્ર)નો હોવાનું બહાર આવ્યું હતું. જે ગત તારીખ 5મી ડિસેમ્બરે ઘરેથી નીકળી નવાપુર સંબંધીના ઘરે જવા માટે નીકળ્યો હતો પરંતુ તે સંબંધીના ઘરે નહી પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. મૃતક યુવાન કોઈ ગંભીર તેમજ માનસિક બીમારીથી પણ પીડાતો હોવાનું તેના પરિજનોએ પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...