તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીના પડઘમ:ડાંગ વિધાનસભા પેટાચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપની બેઠક મળી

આહવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં રહી જતી ખામી, પાર્ટીમાં જૂથવાદ અંગે છણાવટ કરાઇ

ડાંગ જિલ્લામાં 173 વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર વિજય મેળવવા ભાજપ મોવડીમંડળ દ્વારા એડી ચોંટીનું જોર લગાડી રહ્યા છે. ચૂંટણી ઇનચાર્જ પૂર્ણેશ મોદી અને સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાભરમાં કાર્યકર્તાઓની બેઠક યોજી સમીક્ષા કરવામાં આવી રહી છે. જેમાં બંને કદાવર નેતાની વડપણ હેઠળ કાર્યકર્તાઓમાં જુસ્સો વધી રહ્યો છે.

મળતી માહિતી મુજબ 173-ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ બેઠક કબજે કરવા કોઈ કસર છોડવા માંગતું નથી. ચૂંટણીના પડઘમ વચ્ચે છેલ્લા એક મહિનાથી પીઢ કાર્યકરો, પદાધિકારીઓ સહિત આગેવાનો સાથે બુથ લેવલે બેઠકો યોજી ચૂંટણીમાં રહી જતી કમી, ત્રુટી કે પાર્ટીમાં જૂથવાદ અંગે છણાવટ કરવામાં આવી હતી. જિલ્લા મથક આહવામાં જિલ્લા પંચાયત બેઠક 1ની બેઠક યોજાઇ હતી. જેમાં ઇનચાર્જ પૂર્ણેશ મોદી, અશોકભાઈ ધોરાજીયા, ભાજપ માજી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, યુવા મોરચા પ્રમુખ સંજયભાઈ પાટીલ, સરપંચ હરિરામભાઈ સાવંત,આઇટી સેલ ગીરીશભાઇ મોદી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...