લાકડાની તસ્કરી:બરડીપાડા રેન્જમાંથી 16 નંગ સાગી ચોરસા સાથે ટવેરા ઝબ્બે

ડાંગ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુષ્પરાજ ફિલ્મ ફેઇમ લાકડા તસ્કરીનો પ્રયાસ, રાત્રે 8.40 વાગે કિંમતી લાકડા ગેરકાયદે સગેવગે કરવાનો કારસો, અંધારાનો લાભ લઇ તસ્કરો ભાગી જવામાં સફળ

ઉત્તર ડાંગ વન વિભાગના બરડીપાડા રેન્જના ખોખરી ગામની સીમમાથી, ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરી કેટલાક ઇસમો તેને ટવેરા ગાડીમા ભરી રહ્યા હોવાની બાતમી, સ્થાનિક વન વિભાગને મળી હતી. બાતમીના આધારે બરડીપાડાના વન અધિકારીઓ તથા વનકર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર ધસી જઈ, ખોખરીથી શિરિશપાડા તરફ જતા રસ્તા પર ગત રાત્રિના 8.40 વાગ્યાના સુમારે સાગી લાકડા ભરેલી ટવેરા (નં. GJ-05-CH-9347) નજરે પડી હતી. અંધારાનો લાભ લઈ તસ્કરો ગાડી છોડીને પલાયન થઈ ગયા હતા.

ગાડીની તપાસ કરતા 16 નંગ સાગી ચોરસા (0.753 ઘનમીટર) અંદાજિત કિંમત રૂ. 50 હજાર મળી આવ્યા હતા. વનકર્મીઓએ સાગી ચોરસા સાથે ટવેરા કિંમત રૂ. 2 લાખ મળી કુલ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનેશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ અને ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસના નેતૃત્વ હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતિષ પરમાર તથા વનકર્મીઓ એન.એમ.ચૌહાણ, એચ.કે.ચાવડા, તથા ડી.એસ.હળપતિ વગેરે લાકડાચોરોનો બદઈરાદો નાકામિયાબ બનાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પુષ્પા ફિલ્મને રવાડે ચડીને રીલ અને રિયલ લાઇફનો તફાવત વિસરી, પોતાનો જીવ જોખમમા મુક્તા તસ્કરોને કોઈ પણ સંજોગે સાંખી નહીં લેવાય તેમ જણાવતા વન અધિકારીઓએ હોળી/ધુળેટીના તહેવારો સહિત આગામી દિવસોમા વધુ સતર્કતા સાથે લાકડાચોરો ઉપર સિકંજો કસવામા આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...