રજૂઆત:આદિવાસીઓના જાતિના દાખલા કાઢવા અંગેની સમસ્યા દૂર કરો

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરાકરણ ન આવે તો ડાંગ કોંગ્રેસની આંદોલનની ચીમકી

ડાંગ જિલ્લામાં 98 % આદિવાસી લોકો વસે છે. ડાંગ જિલ્લામાં આવેલા આદિવાસીઓનાં 5 રાજાઓ અંગેની ચર્ચા દેશ-વિદેશમાં ચર્ચાય છે ત્યારે આ આદિવાસીઓને પોતાના જાતિગત પ્રમાણપત્ર માટે જ ધક્કા ખાવા પડે છે. જાતિગત પ્રમાણપત્ર મેળવવા સાચા આદિવાસીઓને કંઈ કેટલાય પ્રમાણપત્રો રજૂ કરવા પડે છે. જ્યારે રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકોને જુના નિયમ મુજબ જ જાતિગત પ્રમાણપત્ર મળી જાય છે. જાતિગત પ્રમાણપત્ર નહીં મળવુ તેમજ જાતિનાં પ્રમાણપત્ર મેળવવા ગુરૂવારે ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ સમસ્યા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

શિક્ષણથી વંચિત આદિવાસીઓ જોડે પૂરતા પ્રમાણપત્રોના હોવાનાં કારણે તેઓને જાતિગત પ્રમાણપત્રો મળી શકતા નથી. જ્યારે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બોગસ આદિવાસીઓને લાખો પ્રમાણપત્રોનું વિતરણ કરી દીધું છે. જ્યારે અહીં સાચા આદિવાસીઓ જોડે પૂરતા પુરાવાઓ નહીં હોવાનાં કારણે તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સરકારને ચીમકી આપતા ડાંગ કોંગ્રેસે જણાવ્યું હતું કે આદિવાસીઓને ખોટા ખર્ચા અને હેરાન કરવામાં આવશે તો આવનાર સમયમાં મોટા જનઆંદોલનનો સામનો કરવો પડશે એવી ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...