તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પતિએ શંકા રાખી પત્નીને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધી

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ડાંગના ઢાઢરા ગામે બનેલી ઘટના
 • મૃતકની દીકરીની પિતા સામે ફરિયાદ

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઢાઢરા ગામે વચલા ફળિયામાં રહેતા વૃદ્ધે બુધવારે સવારે તેની પત્નીના બીજા પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખી પત્નીને ગળા તેમજ માથાના ભાગે કુહાડીના ઉપરાઉપરી ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઢાઢરા ગામે વચલા ફળિયામાં રહેતા વૃદ્ધ મંગુભાઈ ફુલ્યાભાઈ સિંગાડએ બુધવારે સવારે 9 કલાકે તેમની પત્ની સારજુબેન (ઉ.વ. 55) પર શંકા રાખી પોતાના ઘરે જ તેઓએ ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો .જે ઝઘડો ઉગ્ર બનતા રોષે ભરાયેલા પતિ મંગુભાઇએ ઘરમાં પડેલી કુહાડીથી સારજુબેનના માથા અને પીઠનાં ભાગે બે-ત્રણ ઘા ઝીંકી દેતા તેણીનું ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે મોત નીપજયું હતું. આ બનાવ બાબતે મૃતકની દિકરી અરૂણાબેને વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વઘઈ પોલીસ ફરિયાદનાં આધારે ઘટનાસ્થળે પહોંચી આરોપી પતિ મંગુભાઇ સિંગાડની ધરપકડ કરી કલમ-302 હેઠળ ગુનો નોંધી વઘઇ પીએસઆઈ ડી.ડી.વસાવાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો