તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સાપુતારા ઘાટમાં શેરડીનો ટેમ્પો ખીણમાં ખાબક્યો, ચાલકનો બચાવ

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં શેરડીનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટનાસ્થળ પર થી મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિનાં અરસામાં નાસિકથી શેરડીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલા આઈસર ટેમ્પો (નં. એમએચ-15-ઈઈ-1877) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસનાં યુટર્ન વળાંકમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો માર્ગની સાઈડ સંરક્ષણ દિવાલ કુદી ઊંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટનાસ્થળે ટેમ્પોનો ખુરદો બોલાઈ ગયો હતો. આ બનાવમાં ટેમ્પો સહિત શેરડીનાં જથ્થાને નુકસાની થઈ હતી. જ્યારે ચાલકને નાની-મોટી ઇજા થતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો