સારવાર:ડાંગમાં મહિલાની એમ્બ્યુ.માં જ સફળ પ્રસુતિ કરાવી બાળકને જીવનદાન આપ્યું

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં ગલકુંડ નજીક આવેલ વાંકી ગામની મહિલાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા ડાંગ 108ને કોલ કરવામાં આવ્યો હતો.જોકે મહિલાને સખત વેદના ઉપડી હતી. ગામની આયાબહેને મહિલાની પ્રસુતિ કરવાની ના પાડી હતી. ડાંગ 108 એમ્બ્યુલન્સની ટીમને ફોન આવતાની સાથે તુરંત જ વાંકી ગામે પહોંચી ગઈ હતી. ડાંગ 108 એમ્બ્યુલન્સની ટીમ આ મહિલાને તુરંત જ આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ માર્ગમાં મોટાચર્યા ગામે મહિલાને પ્રસુતિની અસહ્ય વેદના થતા 108નાં કર્મીઓને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.

ડાંગ 108 એમ્બ્યુલન્સનાં ટીમે સમય સૂચકતા વાપરી મહિલાની સફળ પ્રસુતિ કરી માતા અને બાળકને નવજીવન આપ્યુ હતુ. ડાંગ 108 એમ્બ્યુલન્સની ટીમનાં છોટુભાઈ ચૌધરી અને એમની ટેકનિકલ ટીમ દ્વારા માતા અને બાળકને નવુ જીવન આપતા મહિલાનાં પરિવાજનોએ તેમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...