તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીરવ શાંતિ:વીકેન્ડ બાદ સાપુતારામાં પ્રવાસીઓ વિના સન્નાટો

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાપુતારાનું આહલાદક વાતાવરણ હળવાશનાં મૂડમાં કેટલાક પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની મજા માણી હતી. - Divya Bhaskar
સાપુતારાનું આહલાદક વાતાવરણ હળવાશનાં મૂડમાં કેટલાક પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની મજા માણી હતી.
  • શનિ-રવિમાં હજારો લોકો ઉમટતા ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્નો ઉભા થયા હતા

ગિરિમથક સાપુતારાનું આહલાદક વાતાવરણ હળવાશનાં મૂડમાં સોમવારે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા સમગ્ર જોવાલાયક સ્થળોનું વાતાવરણ શાંતિપ્રિય બની ગયું હતું. રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હાલમાં કુદરતી સૌંદર્ય નિખરી ઊઠ્યું છે. જેનાં પગલે અહી પ્રવાસીઓનો ઘસારો પણ વધી ગયો છે.

ગતરોજ અનલોક સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતા. તેવામાં વિકેન્ડ બાદ સોમવારે સાપુતારામાં પ્રવાસીઓનો નોંધપાત્ર ઘટાડો નોંધાતા અહીનાં સમગ્ર સ્થળોનું વાતાવરણ કોલાહલની જગ્યાએ હળવાશનાં મૂડમાં પ્રતિત થયું હતું. સોમવારે સાપુતારામાં ગીર્દી ઓછી થતા પ્રવાસીઓએ હળવાશનાં મૂડમાં આવી વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણ્યો હતો. ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાંરૂપે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પ્રયત્નશીલ બન્યો છે.

પોલીસ, પ્રશાસન દ્વારા જાહેરનામાનો ભંગ કરી જોખમી વિસ્તારમાં સેલ્ફી લેનારા પ્રવાસીઓ સામે પણ લાલ આંખ કરી હતી, પરંતુ વીકેન્ડ બાદ સાપુતારામાં પ્રવાસીઓમાં ધરખમ ઘટાડો થતાં હવે ફરીથી સન્નાટો છવાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...