આવેદન:ડાંગ જિલ્લામાં ચાલતા ગેરકાયદે ઈંટનાં ભઠ્ઠા બંધ કરાવો : અધ્યક્ષ

આહવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આહવા તા.પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષે પ્રાંતને કરેલી રાવ

ડાંગ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ઈંટનાં ભઠાઓ બંધ કરવા બાબતે આહવા તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષે પ્રાંત અધિકારી ડાંગને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ દીપકભાઈ પીંપળેએ ડાંગ જિલ્લા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ડાંગ જિલ્લાનાં મોટા ભાગનાં ગામડાઓમાં પરપ્રાંતીય શખસો દ્વારા ગેરકાયદેસર રીતે ઈંટનાં ભઠ્ઠાઓ ચલાવવામાં આવે છે.

આ ભઠ્ઠાઓને પગલે વાતાવરણમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેમજ 73 એએ નિયત્રંણ હેઠળ ખેતીનાં જમીનોમાં આ ભઠ્ઠાઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યાં છે. જેના પગલે ખેતીનાં જમીનનો પણ બગાડ થઈ રહ્યો છે. સાથે આ ભઠ્ઠાઓને પગલે ખેતીનાં જમીનમાં આવેલા વૃક્ષોને પણ મોટાપાયે નુકસાન થઈ રહ્યાં છે. જેથી ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કાયદેસરની ચકાસણી કરવામાં આવે તો મોટાપાયે ગેરકાયદેસર ચાલતા ઈંટનાં ભઠ્ઠાઓ મળી આવે તેમ છે. ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટનાં ભઠ્ઠાઓને સત્વરે બંધ કરાવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા બાબતે લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી.

અન્ય સમાચારો પણ છે...