તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:માધ્યમિક અને ઉ.મા. શાળાના શિક્ષકોની આંદોલનની ચીમકી

આહવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 વર્ષની નોકરી સળંગ કરવા અને બાકી એરિયર્સની માંગ

ડાંગ જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષક - કર્મચારીઓની પાંચ વર્ષની ફિક્ક્ષ પગારની નોકરી સળંગ ગણવા અને 7મા પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા મે-2021ની બોર્ડની પરીક્ષા પહેલા નહી ચૂકવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ડાંગ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ખુશાલભાઈ એમ. વસાવા અને મહામંત્રી રણુભાઇ એલ.બરાળની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓના ઘણાં લાંબા સમયથી પડતર પ્રશ્નો જેવા કે, પ્રાથમિક શિક્ષકોની જેમ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ નોકરી ગણીને લાભો આપવા, બીજા સરકારી કર્મચારીઓને ચૂકવી આપવામાં આવેલા છે તેવા 7મા પગારપંચના એરિયર્સના બીજા અને ત્રીજા હપ્તાની રોકડમાં ચૂકવણી કરવી તેમજ અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે માર્ચ-2019ની બોર્ડ પરીક્ષાના પેપર તપાસણી કાર્યક્રમ બહિષ્કાર કરવામાં આવેલો ત્યારે સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપીને સમાધાન કરવામાં આવતા સરકાર ઉપર ભરોસો રાખીને શિક્ષકોએ ફરી પોતપોતાની જવાબદારી સંભાળી લીધી હતી.

આમ છતાં આ પડતર પ્રશ્નોનો આજ દિન સુધી ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘે સરકારને મે-2021ની બોર્ડની પરીક્ષા પહેલા પડતર પ્રશ્નો ઉકેલવા તેમજ પ્રશ્નો નહી ઉકેલાય તો ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપવાનું આહવાન કર્યું છે. હવે ફરી પાછા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકો લડી લેવાના મૂડમાં દેખાય રહ્યા હોય એવુ લાગી રહ્યું છે. જો સરકાર દ્વારા મે-2021 પહેલા પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો મહામંડળ ગાંધી ચીંધ્યા માર્ગે જે લડત ચલાવશે તેમાં ડાંગ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના કર્મચારીઓ પણ જોડાશે એવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો