તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:સાપુતારા અને વઘઇ APMCમાં વિનામૂલ્યે વેક્સિનેશન કરાયું

આહવા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત પ્રવેશદ્વાર વઘઇ એપીએમસી માર્કેટમાં 45થી વધુ વય ધરાવતા નાગરકોને વિનામૂલ્યે વેક્સિનેશન આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં શનિવારે ગિરિમથક સાપુતારાનાં હોટલનાં 45થી વધુની આયુ ધરાવતા સ્ટાફને કોરોનાનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ સાથે ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સેવા વિભાગ દ્વારા તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર તેમજ સાંઈ મિત્ર મંડળ અને વેપારી અગ્રણીઓનાં સહયોગથી એપીએમસી માર્કેટમાં 45થી વધુ આયુ ધરાવતા 158 નાગરિકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

અહી વઘઇનાં નાગરિકોની રસીકરણ માટેની પહેલ જોતા વેક્સિન લઈને લોકોમાં ફેલાયેલો ભય માત્ર ભ્રમણા સાબિત થયો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિત વઘઇ નગરમાં યોજાયેલા રસીકરણનાં કાર્યક્રમમાં નાગરિકોએ ભય વગર વેક્સિનનો ડોઝ લઈ આરોગ્ય તંત્ર અને સહયોગકર્તા સેવાભાવી સ્વયં સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો