તપાસ:ડાંગમાં ખેતી માટે કરાતી આદર પ્રથાએ બે જણાએ જીવ ગુમાવ્યો

આહવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરીગાંવઠા-ટેમમ બ્રુનઘરટા ગામે ઝાડ પરથી બે પટકાયા

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બોરીગાવઠા અને ટેમબ્રુનઘરટા ગામનાં બે યુવાન ઝાડ પરથી છીંદણી કરતી વેળાએ પડી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આહવા તાલુકાના બોરીગાવઠા ગામે રહેતા દેવુભાઈ આબાજીભાઈ ગાવિત (ઉ.વ. 45) પોતાનાં ખેતરમાં 50 ફૂટ ઉંચા હેદનાં ઝાડ પર ચડી છીંદણી કરી રહ્યાં હતા. તે દરમિયાન દેવુભાઈનો ઝાડ પરથી પગ લપસી જતા નીચે જમીન પર પટકાતા પગ તથા માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલમાં ખસેડ્યાં હતા.

જ્યાં ગંભીર ઈજાનાં પગલે દેવુભાઈ ગાવિતનું મોત નિપજ્યું હતું. સાપુતારા પોલીસ મથકના એએસઆઈ.વી.ડી.ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં ટેમબ્રુનઘરટા ભાંદા ગામે રહેતા કૈલાશભાઈ ઉલસ્યા વરડે (ઉ.વ. 35) ગામમાં ખેતી માટેની આદરપ્રથા માટે ઝાડોની છીંદણી કરવા માટે ગયો હતો. કૈલાશભાઈ વરડે ઝાડ પર ચડી છીંદણી કરી રહ્યાં હતા. તે વેળાએ તેનો પગ લપસી જતા ઝાડ પરથી નીચે જમીન પર પટકાતા ઘટનાસ્થળે ગંભીર ઈજાનાં પગલે તેનું મોત નિપજ્યું હતું. ડાંગ જિલ્લામાં ખેતી માટે અનુસરાતી પારંપરિક છીંદણી આદરપ્રથાએ બે જણાંનો ભોગ લેતા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...