આવેદન:સામાજીક અને સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તેવી માગ સાથે રજૂઆત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ BTTS દ્વારા અધિકારો બાબતે કલેકટરને આવેદન

ડાંગ જિલ્લા ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાએ સોમવારે આદિવાસી અધિકારી દિવસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આદિવાસીઓનાં વિકાસ માટે અપાયેલાં વિશિષ્ટ અધિકારોનાં અમલવારી માટે રજૂઆત કરી હતી. ડાંગ જિલ્લા ભારતીય ટ્રાઈબલ સેનાનાં પ્રમુખ નિલેશ ઝાંબરેની આગેવાનીમાં સોમવારે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યાં પ્રમાણે 1992માં બ્રાઝિલનાં રિયો-ડી જોનેરો આયોજીત પરિષદમાં આદિવાસી સંસ્કૃતિને માનવ અને પર્યાવરણનાં સંરક્ષણરૂપમાં સ્વીકારી આદિવાસીઓનાં ઊત્થાન માટે યુનોની રચના કરી આદિવાસીઓને વિભિન્ન અધિકારો અપાયાં છે.

દેશની આઝાદીને 73 વર્ષ વિતી જવાં છતાં આજેપણ આદિવાસી સમાજ રોજગારી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, ભુખમરો, બેજરોજવારી, કુપોષણ જેવાં અનેક સમસ્યાથી પિડાઈ છે. આદિવાસીઓનાં ઊત્થાન માટે પેસા એકટની જોગવાઈ છે. જળ, જંગલ, ખનીજ પર આદિવાસીઓને વિશિષ્ટ હકો આપવામાં આવ્યાં હોવા છતાં આ હકો છીનવી લેવાયાં છે. આદિવાસીઓને પોતાની ભાષામાં જ શિક્ષણ મળે તેવો નિર્ધાર છે છતાં સરકારી શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે જેવી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી આદિવાસીઓનાં સામાજીક અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તેનાં માટે અધિકાર આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...