રજૂઆત:આહવાની સરકારી વિનયન-વાણિજ્ય કોલેજના જર્જરિત બિલ્ડીંગના સ્થાને નવું બનાવો : ABVP

આહવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કલેક્ટરને આવેદન, આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી

આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાનાં પગલે તેની જગ્યાએ કોલેજનું નવું બિલ્ડીંગ ઉભુ કરવા બાબતે ડાંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યુ હતું. ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ રજૂઆત કરાઇ હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 71 વર્ષથી વિદ્યાર્થીઓનાં હિત માટે કાર્યરત છે. ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં આવેલ એકમાત્ર વર્ષો જૂની સરકારી વિનયન અને વાણિજય કોલેજની બિલ્ડીંગ બિસ્માર હોય ઘણીવાર અણબનાવ બની ચૂક્યા છે અને તેનો ભોગ કોલેજનાં અધ્યાપક અને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે. કોલેજની હાલત બિસ્માર હોવાથી વિદ્યાર્થીઓએ ચોમાસા દરમિયાન કોલેજનાં છતમાંથી ભરપૂર પ્રમાણમાં પાણી ટપકવુ અને ચાલુ લેક્ચર દરમિયન ડિસ્ટર્બ થવું પડે છે. કોલેજમાં ઘણીવાર ચોમાસા દરમિયાન શોર્ટ સર્કીટ થવાના બનાવ બન્યાં છે. ઘણીવાર કોલેજનાં બિલ્ડીંગની છત પડવી અને વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત સરકારે ઉપલ્બધ કરાવેલા મોંઘા ભૌતિક સાધનોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.

કોલેજની બિલ્ડીંગની હાલત ગંભીર હોય અને ચાલુ વર્ષ 2021-22માં સૌ પ્રથમવાર પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ)નાં એક્સ્ટ્રા 4 વર્ગ પણ શરૂ કરવામાં આવ્યાં હોવાથી કોલેજમાં વિદ્યાર્થીની સંખ્યા વધુ પ્રમાણમાં હોય કોલેજમાં વર્ગોને લઈ શકાય એવી પરિસ્થિતિ નહીં હોવાના કારણે નજીકમાં આવેલ વિજ્ઞાન પ્રવાહની કોલેજમાં જઈ લેકચર લેવાની પરિસ્થિતી ઉભી થઈ છે. જેથી વિદ્યાર્થીઓ તેમજ પ્રધ્યાપકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ દ્વારા કોલેજનાં આચાર્યને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને જીવનાં જોખમે કોલેજમાં વસવાટ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ રજૂઆતનું નિરાકરણ 15 દિવસમાં કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ અને તમામ વિદ્યાર્થીઓ, વાલીજનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે. જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેમ જણાવી ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...