તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બરડીપાડાથી કાલીબેલ રસ્તાનું રિપેરીંગ શરૂ થતાં લોકોને રાહત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી જન એકતા સંગઠન દ્વારા રજૂઆત થઇ હતી

વઘઈના બરડીપાડાથી કાલીબેલ જતો રસ્તો બિસ્માર બની જતા લોકોને વેઠવી પડતી હાલાકીનો અખબારી અહેવાલ બાદ તંત્રએ રસ્તાનું રિપેર કામ કરતા લોકોને રાહત થઈ છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના બરડીપાડાથી કાલીબેલનો જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો બિસ્માર બની જતા સ્થાનિક જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા ગત 4 દિવસ પહેલાં રસ્તા રિપેરીંગની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે 7મી ઓગસ્ટે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા રસ્તા રિપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.

રસ્તામાં મોટા ખાડાઓ પડી જવાનાં કારણે 8 કિ.મી.નો રસ્તો પસાર કરવામાં 30થી 35 મિનિટનો સમય જતો હતો. એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવા અંતરિયાળ વિસ્તારનાં ગામડાઓમાં જલ્દી પહોંચી શકતી નહોતી. રોજિંદા અવરજવર કરનાર બાઇક ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી હતી. કેટલાય બાઇક ચાલકો આ રસ્તા ઉપર ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ અંગે ખોખરી ગામના સામાજિક કાર્યકર જાગૃત આદિવાસી જન એકતા સંગઠનનાં પ્રમુખ ગિરીશભાઈ ગિરજલી દ્વારા રસ્તા અંગે પડતી મુશ્કેલીઓને લેખિતમાં રજૂ કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પત્ર આપ્યું હતું. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાતા તંત્ર દોડતું થયું હતું અને રસ્તો રિપેરીંગ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...