તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ડાંગના ગીરા ધોધ, કિલાદ કેમ્પ સહિતના પ્રવાસન સ્થળો ફરી ખુલ્લા મુકાતા રાહત

આહવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ અટકાવવા તંત્રએ 22 નવેમ્બરે પ્રવાસન સ્થળે બ્રેક લગાવ્યો હતો

રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહીવટી તંત્રએ 22 નવેમ્બરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કોરોનાં વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા દક્ષિણ વન વિભાગના ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઇડ સહિત બોટનિકલ ગાર્ડન પ્રવાસીઓ માટે બંધ કરાયાં હતાં. આ તમામ ચાલુ કરવામાં આવ્યા છે.

કોરોનાં મહામારીના કારણે ડાંગ વહીવટી તંત્ર દ્વારા નવેમ્બર માસમાં દક્ષિણ વન વિભાગના જોવા લાયક સ્થળો બંધ કરાયાં હતાં. જ્યારે ઉત્તર વન વિભાગના તમામ પ્રવાસન સ્થળોને ચાલુ રાખવામાં આવ્યાં હતાં. પ્રવાસીઓને ધ્યાને લેતા તંત્ર દ્વારા ફરીવાર ગીરા ધોધ, કિલાદ કેમ્પ સાઈડ અને બોટનિકલ ગાર્ડન ચાલું કરવામાં આવ્યા છે. રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાની સૌંદર્યમય વાતાવરણ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. અહીં ગિરિમથક સાપુતારા સહિત ગીરા ધોધ ગુજરાતમાં પ્રવાસીઓની પહેલી પસંદગી છે ત્યારે હાલમાં વર્તમાન પરિસ્થિતિ દરમિયાન કોરોનાંનું સંક્રમણ જોતાં ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ હસ્તકનાં ગીરા ધોધ, બોટનિકલ ગાર્ડન, કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં હતા. અહીં પ્રવાસીઓને અટકાવવા હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં હતાં. ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ હસ્તક ગીરાધોધ, કિલાદ કેમ્પ સાઈડ સહિત બોટનિકલ ગાર્ડન ફરીવાર ખુલ્લાં મુકવામાં આવ્યાં છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાને લેતાં આ સ્થળો નવેમ્બર માસમાં બંધ કરવામાં આવ્યાં હતાં. જોકે ઉત્તર વન વિભાગના તમામ સ્થળો પ્રવાસીઓ તેમજ સાપુતારા પણ પ્રવાસીઓ માટે ચાલુ રાખવામાં આવ્યા છે.

લેખિતમાં ઓર્ડર કરવામાં આવ્યો છે
નેશનલ પાર્ક અને ગીરાધોધ સહિતના પ્રવાસન સ્થળો બંધ હોવાનું ધ્યાને આવતા લેખિત ઓર્ડર કરી ખુલ્લા કરી દેવાયા છે. તે સાથે સાવચેતી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ તાકીદ કરવામાં આવી છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા નહિવત રહે. પ્રવાસીઓ પણ આ તમામ સુચનાનું પાલન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. - નિલેશ પંડ્યા, એસીએફ, દક્ષિણ, વન વિભાગ ડાંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો