રજૂઆત:ડાંગમાં ખેતી પાકને નુકશાનનું વળતર આપવા કલેક્ટરને રાવ

આહવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન તેમજ પાલતુ ઢોરોના ઘાસચારાનાં નુકશાનનું વળતર આપવા બાબતે એસ.યુ.સી.આઈ કમ્યુનિસ્ટ ડાંગ જિલ્લા યુનિટ દ્વારા કલેક્ટર ડાંગને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં હાલમાં તા.18 થી 21 નવેમ્બર સુધીમાં ઠેર ઠેર ભારે કમોસમી વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદ પડવાના પગલે ડાંગી ખેડૂતોના ઉભા પાકમાં નાગલી, વરાઈ, અડદ, તુવેર, કાપેલુ ડાંગર સહિત ઢોરોના ઘાસચારા ભીના થઇ જતા જંગી નુકસાન થયું છે. તેમજ હાલમાં શિયાળુ પાકને પણ જંગી નુકસાન થયું છે. જેથી દરેક ખેડુતને જે પાકોનું નુકશાન થયેલ છે. જે પાકોની નુકસાનીનું વળતર મળી રહે તે માટે એસ.યુ.સી.આઈ.કમ્યુનિસ્ટ ડાંગ જિલ્લા યુનિટ દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...