તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:ડાંગમાં કડાકા ભડાકા સાથે વરસાદ, વીજળી પડતા વૃક્ષ ચીરાયું; ખેડૂતોની ચિંતામાં વધારો

આહવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના અને હિટ વેવની દહેશત વચ્ચે ચોમાસા જેવો માહોલ, કરફ્યુ જેવો માહોલ
 • સવારથી વાદળછાયું વાતાવરણ બન્યા બાદ સાપુતારા સહિત શામગહાન, બારીપાડા, મુરબી, નડગચોન્ડ, નિમબારપાડામાં વરસાદ

ડાંગ જિલ્લામાં હાલ કોરોનાનાં કેસો અને હિટ વેવને કારણે લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે આજરોજ વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ડાંગ જિલ્લામાં ગત ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં હાલ હિટ વેવ અને કોરોનાનાં કેસોમાં ભારેભરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી માવઠાનાં કારણે ડાંગ જિલ્લાનાં ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. આજરોજ બપોર બાદ વાતાવરણમાં આચનક પલટો આવી જતાં વિજળીના કડાકા ભડાકા સાથે સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે વરસાદ વરસી ગયો હતો. ડાંગ જિલ્લામાં હાલ ઉનાળાના કારણે હિટ વેવની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે, ત્યારે આ ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે અચાનક કમોસમી વરસાદ વરસી જતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

બપોર બાદ સાપુતારા સહિત શામગહાન, બારીપાડા, મુરબી, નડગચોન્ડ, નિમબારપાડા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કોરોના મહામારી અને જિલ્લામાં વધતાં કેસોને લઈ બપોરના 2.00 વાગ્યાં બાદ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. આજે અચાનક ભારે વરસાદ વરસતા ગિરિમથક સાપુતારા સહિત મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં ઠંડકમય વાતાવરણ બની જવા પામ્યું હતું.

ચાલુ વરસાદે વીજ ત્રાટકતા ઘરના નળિયા પણ તૂટી ગયા
ડાંગ જિલ્લામાં આજે બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે જિલ્લામાં ઝરમરિયો વરસાદ અમીછાટણાના તેમજ અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. જેમાં આહવાના બોરખલ ગામે વીજળી ઘર નજીક આવેલા એક વૃક્ષ પર પડતાં ઝાડ નીચેથી પસાર થતી યુવતી તેની માતા તેમજ રસ્તેથી પસાર થતા બે યુવાનો બાલ બાલ બચી ગયા હતા. વીજળી પડતાં સાગનુ વૃક્ષ વચ્ચેથી ચીરાઇ ગયું હતું અને તેના લાકડા આજુબાજુના વિસ્તારમાં ફેંકાઈ ગયા હતા. તેમજ ઘરના નળીયા પણ તૂટી ગયા હતા.

આ ઘરમાં રહેતી યુવતીએ આખા દ્રશ્યને નજરોનજર નિહાળ્યું હતું. તેમજ તેના ભાઈઓએ પણ આખી વીજળી પડવાની ઘટનાને નજરે નીહાળી હતી. આખા પરિવારનો આબાદ બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખેની કહેવત સાચી ઠરી હતી. તેમજ 5 કિ.મી.ના અંતરે આવેલા ટેમ્બરૂન ઘરટાઈ ગામે પણ એક વૃક્ષ પર વીજળી પડતાં આ વૃક્ષ પહોંચી ગયું હતુ. સદનસીબે તેના નીચેથી કોઈ પસાર થયું ન હોય કોઇ જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો