હલકી ગુણવત્તાનું મટીરિયલ:ડાંગના ખેતરોમાં બની રહેલ કુવાઓમાં વપરાતા મટીરિયલની ગુણવત્તા સામે સવાલ

આહવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારની કૃષિ સિંચાઈ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડુતોનાં ખેતરોમાં નિર્માણ થઈ રહેલ કુવાઓની કામગીરીમાં હલકી કક્ષાનો માલ મટીરીયલ વપરાયાની બુમરાણ મચી છે. મોદી સરકારનાં કૃષિ વિભાગનાં સેન્ટર ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ખેડુતોને ખેતરોમાં સિંચાઈ માટે નજીકમાં જ પાણીની સવલતો મળી રહે તે માટે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતના ડાંગ જિલ્લામાં શરૂ કર્યો છે.

ડાંગ જિલ્લામાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ-2100 કુવા બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનું ગુજરાત સરકારનું કલ્પસર અને જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યુ છે. હાલમાં ડાંગ જિલ્લામાં આ કુવાઓની કામગીરી ઊકાઈ સિંચાઈ વિભાગને સોંપવામાં આવી છે.

નઉકાઈ સિંચાઈ વિભાગ દ્વારા ડાંગમાં 2100 કુવા બનાવવાની કામગીરી સોંપાઇ છે. ડાંગ જિલ્લામાં કુવાઓની કામગીરીમાં હલકી કક્ષાનો માલસામાન વપરાયાની બુમરાણ મચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની સરકાર ડાંગનાં ખેડૂતોના હિત માટે ખુબ જ સારી યોજના લાવી છે અને જો આ કુવાઓની કામગીરી સરકારના ધારાધોરણ મુજબ થશે તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ડાંગી ખેડુતો માટે સોનાની લગડી સમાન સાબિત થશે તેમાં કોઈ બે મત નથી, આ બાબતે ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા યોગ્ય તપાસ કરી સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરે તે જરૂરી બની નગયુ છે.

ફરિયાદ કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે
આ બાબતે ઉકાઈ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ગામીત સાથે વાતચીત કરતા તેમને જણાવ્યુ હતુ કે આ કેન્દ્ર સરકારની યોજના છે. સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેકટ તરીકે ડાંગ જિલ્લાને પસંદગી કરી સિંચાઈ માટે કુવાઓની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કોન્ટ્રાક્ટરો યોગ્ય કામગીરી નહીં કરે તો ખેડુતો મને ડાયરેક્ટ મારા મોબાઈલ પર સંપર્ક કરી ફરીયાદ કરશે તો એજન્સીનાં સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...