તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા બેઠક:કામોની ગુણવત્તા અને યોજનાના અમલમાં કચાશ નહીં : વસાવા

આહવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગના વિવિધ વિભાગની આદિજાતિ મંત્રીની સમીક્ષા બેઠક

ડાંગ જેવા છેવાડાના વિસ્તારના વિકાસ કાર્યો અને વિકાસ યોજનાનુ સુપેરે અમલીકરણ કરવાની હિમાયત કરતા આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને કામોની ગુણવત્તા અને યોજનાના અમલીકરણમા કોઈ કચાશ ચલાવી નહીં લેવાઈ તેમ ડાંગ જિલ્લા સેવા સદનમાં આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીએ જિલ્લા સેવા સદનમાં વન વિભાગ સહિત આદિજાતિ વિકાસ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાની કામગીરીની સમીક્ષા હાથ ધરતા જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ આગામી વન મહોત્સવના આયોજન સહિત વન વ્યવસ્થાપન અને વન વિકાસની વિવિધ યોજનાની સમીક્ષા હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ રોજગારલક્ષી યોજના સહિત વાડી, ક્લસ્ટર વિકાસ, વન લક્ષ્મી, માલિકી યોજના, વન અધિકાર ધારો, વન સંરક્ષણ ધારો, કાચબા સંવર્ધન કેન્દ્ર, ટાઇગર સફારી પાર્ક સહિત બોડા ડુંગરોને વન આચ્છાદિત કરવાના વાવેતર બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ 96 ટકા વિવેકાધીન જોગવાઈના વિવિધ કામો, 10 ટકા રાજ્યકક્ષાના ફંડ હેઠળના કામો, ઘર ઘર નળ કનેક્શન યોજના, બોર્ડર વિલેજ યોજના, આદિમજૂથ યોજના, વન અધિકાર અધિનિયિમ હેઠળની વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓ તથા વનવાસી ખેડૂત સશક્તિકરણ યોજના બાબતે પણ સુક્ષ્મ છણાવટ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...