તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:નવસારી જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી

આહવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાનાં ખેડૂતો કૃષિલક્ષી માહિતી માટે 5મીએ વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતી લીધી હતી.કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જી.જી.ચૌહાણે ખેડૂતોને અત્રેના કેન્દ્રની વિવિધ કામગીરી તથા વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. ડો. પ્રતિક જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા ખેડૂતોને અઝોલાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ તેના ખેતી અને પશુપાલનમાં ઉપયોગ વિશે તાંત્રિક માહિતી આપી હતી. હર્ષદ પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ખેડૂતોને સફેદ મૂસળી, રતાળુ કંદની તથા સેન્દ્રીય ખેતી બાબતની માહિતી આપી હતી.

આ મુલાકાત દરમિયાન ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા સંતોષકારક મહિતી તથા અઝોલાનું બિયારણ અપાયું હતું. મુલાકાતે આવનાર પ્રગતિશીલ ખેડૂતોએ વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનથી સંતોષ વ્યક્ત કર્યો હતો તથા વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સતત સંપર્કમાં રહેવાનો નિર્ધાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...