તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:ડાંગ કલેકટર કચેરીના કર્મી પ્રવિણસિંહ પરમાર ત્રીજા ક્રમે

આહવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન આંતરરાષ્ટ્રીય કવિતા લેખન સ્પર્ધામાં સિદ્ધિ

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આણંદના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમનિટીસ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગ તથા HSS અને I2IM ઘટક દ્વારા સાંપ્રત કોરોના મહામારીના સમયમાં ગત 4 જુલાઇથી 1લી ઓગસ્ટ 2020 દરમિયાન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઓનલાઇન આંતરાષ્ટ્રીય કવિતા લેખન સ્પર્ધા ‘તુજે દેખા તો યે ખ્યાલ આયા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના વિવિધ દેશમાં વસતા કવિતા પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધામાં આશરે 700 જેટલી કૃતિ રજુ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી પ્રવિણસિંહ વી. પરમાર (સૌરાષ્ટ્રનો શાયર)એ પણ ભાગ લીધો હતો. તાજેતરમાં નિર્ણાયક ટીમ દ્વારા આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરી વિજેતાને પ્રમાણ૫ત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતી ભાષા કેટેગરીમાં પ્રવિણસિંહ પરમારે 3જો ક્રમાંક મેળવી સાહિત્યક્ષેત્રે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પરમાર છેલ્લા 20 વર્ષથી ગુજરાતી સાહિત્યમાં “પદ્ય લેખન”માં તેમની લેખન કળા પીરસી રહ્યા છે. પાંચેક વર્ષથી વધુ સમયથી ડાંગ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવનારા મૂળ સાયલા (સુરેન્દ્રનગર)ના પ્રવિણસિંહ વી. પરમાર ઉર્ફે “સૌરાષ્ટ્રનો શાયર’ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સાહિત્યને અને ડાંગ જિલ્લાને ગૌરવ અપાવીને ડાંગ જિલ્લાનો ડંકો વગાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...