તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગ જિલ્લાનાં બારીપાડાથી ભાપખલને જોડતા આંતરિક માર્ગમાં પીકઅપ વાને બાઈક સવારોને અડફેટે લેતા માર્ગની સાઈડમાં પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ શુક્રવારે બારીપાડા ગામ તરફથી ભાપખલ તરફ જઈ રહેલી પીકઅપ વાન (નં. જીજે-15-ઝેડ-5450)ના ચાલકે જે ભાપખલ ગામ તરફથી આવતી અને કામ અર્થે શામગહાન તરફ જઈ રહેલા યુવાનોની બાઈક (નં. જીજે-30-સી-1750)ને બારીપાડાથી ભાપખલને સાંકળતા આંતરીક માર્ગનાં ચઢાણમાં અડફેટેમાં લેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પીકઅપ વાન ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા બાદ સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકી પલટી મારી ગઈ હતી. આ બનાવમાં પીકઅપ વાન સહિત બાઈકને નુકસાની થઈ હતી. જ્યારે પીકવાન ચાલક સહિત બાઈક પર સવારોને નાની-મોટી ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકનાં શામગહાન સીએચસીમાં ખસેડયા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.