તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ડાંગમાં લવચાલીથી પિપલાઈદેવી માર્ગનો પુલ ધોવાતા લોકો ત્રસ્ત

આહવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા વરસાદમાં જ પુલ ધોવાઇ જતાં મુશ્કેલી વધી

ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ હસ્તક ધુડાથી હિંદળા, લવચાલીથી પિપલાઈદેવીને જોડતો રસ્તા પર પૂર્ણા નદી પર બનાવવામાં આવેલો પુલ પહેલાં વરસાદમાં ધોવાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યાં છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરાવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

ડાંગ જિલ્લા પંચાયત બાધકામ વિભાગ હસ્તકનાં ધુડા ગામથી હિંદળા તથા લવચાલી-પિપલાઈદેવીનો મુખ્ય રસ્તાને જોડતાં આંતરિક રસ્તા પર ગત વર્ષે જ બનાવવામાં આવેલો હોવા છતાં ખાડાઓ પડી ગયા છે. પૂર્ણા નદી પર બનાવવામાં આવેલો પુલનાં પોપડા ઊખડી જતાં મોટા ખાડા પડી ગયાં છે, જેનાં કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોનાં વાહનો ખાડામાં ખાબકે છે અને અવારનવાર અકસ્માતનો ભય સતાવે છે. જયારે રાહદારીઓએ પણ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. માર્ગ-મકાન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો તથા વાહનચાલકોની માગ છે.

નવિનીકરણ માટે મંજૂર થયો નથી
આ રસ્તો નવિનીકરણ માટે મંજૂર થયો નથી, તેનું ટૂંક જ સમારકામ કરવામાં આવશે. > સંદીપભાઈ મહાલા, નાયબ ઈજનેર, જિ.પં. બાંધકામ વિભાગ

અન્ય સમાચારો પણ છે...