તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વઘઇના ઝાવડા ગામે BSNL નેટવર્કની સમસ્યાથી લોકો ત્રસ્ત

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવ્યું

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા ગામે બીએસએનએલ નેટવર્ક સમસ્યા બાબતે ગ્રામજનો સહિત શાળા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા ગામમાં અઢી હજારની વસતિ છે. આ ઝાવડા ગામમાં પ્રાથમિક, માધ્યમિક, પીએચસી સેન્ટર સહિત સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ તમામ ઓફિસનાં કર્મી સહિત વિદ્યાર્થીઓ બીએસએનએલ નેટવર્કની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. ઝાવડા ગામમાં નેટવર્કથી ત્રસ્ત શાળાનાં કર્મચારીઓ સહિત ગ્રામજનો દ્વારા સોમવારે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ગ્રામજનો અને કર્મચારીઓનાં જણાવ્યાનુસાર આ ગામમાં બીએસએનએલનું 3જી નેટવર્ક હોવા છતાં ઈન્ટરનેટ ચાલતુ નથી.

વધુમાં સરકારની વેબસાઈટ ચલાવવી મુશ્કેલ બની ગયુ છે તેમજ ફોન કોલ્સ પણ લાગતા નથી. અહીં બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવુ મુશ્કેલ બન્યું છે ત્યારે ગ્રામજનો તેમજ શાળાનાં કર્મચારીઓએ સોમવારે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી આ ગામમાં 3જીમાંથી 4જી નેટવર્ક કરવા રજૂઆત કરી હતી. ડાંગ જિલ્લામાં ઘણાં વર્ષોથી બીસીએનએલના ધાંધિયાથી લોકો કંટાળી ઉઠ્યા છે. છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી ન કરાતા આજની સ્થિતિમાં પણ પરિસ્થિતિ યથાવત રહી છે. તેનો લોકો ભોગ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...