તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોન્સૂન ફેસ્ટિવલનો ફિયાસ્કો:મોન્સુન ફેસ્ટિવલમાં રોજગારી સાથે સંસ્કૃતિના સમન્વયનો છેદ ઉડતા સ્થાનિકોમાં નારાજગી

આહવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કરાયેલા મોન્સૂન ફેસ્ટિવલમાં ચીલાચાલુ કાર્યક્રમોનાં પગલે પ્રવાસીઓમાં ભારે નારાજગી સાથે સમગ્ર મોન્સૂન ફેસ્ટિવલનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કોરોનાની મહામારી બાદ ગિરિમથક સાપુતારા અનલોક થતાની સાથે જ પ્રવાસીઓની ભીડ સાપુતારામાં ઉમટી પડી હતી.

6ઠ્ઠીથી 30મી ઓગસ્ટ સુધી એમ એક મહિના માટે પ્રવાસીઓનાં મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મોટી મોટી જાહેરાતો સાથે મોન્સુન ફેસ્ટિવલનો પ્રારંભ તો કરી દીધો છે પરંતુ બેઠક વ્યવસ્થાનો અભાવ તથા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું ડાંગી નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપી ફિલ્મી ગીતો અને રાસ-ગરબાનાં ચીલાચાલુ કાર્યક્રમો આયોજિત કરી સ્થાનિક કલાકારોને અન્યાય કર્યો છે. સાપુતારામાં આવેલ પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના બહાના હેઠળ તેમના વહાલા દવાલા લોકોને જ એન્ટ્રી આપતા પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

મોન્સુન ફેસ્ટિવલનાં આયોજન પહેલા સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હતો, જ્યારે ફેસ્ટિવલ શરૂ થયા બાદ ચીલાચાલુ કાર્યક્રમો તથા પ્રવાસન વિભાગનાં અણઘડ આયોજનનાં પગલે પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી થતા સરકારનાં કરોડો રૂપિયાનાં આંધણ બાદ પણ ચાલુ વર્ષે મોન્સુન ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોઈપણ સ્થળે યોજાતા ફેસ્ટિવલમાં સ્થાનિક નૃત્ય કલાકારોને કલા પ્રસ્તુત કરી રોજગારી સાથે સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો લાભ મળે છે પરંતુ ગુજરાત પ્રવાસન વિભાગનાં અમુક અધિકારીઓનાં આડોડાઈનાં પગલે પ્રથમ વખત ગિરિમથક સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલમાં સ્થાનિક ડાંગી નૃત્યની કલા પ્રસ્તુતિને લાભ નહીં મળતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

ડાંગી નૃત્યને પણ નજર અંદાજ કરાયું
મોન્સુન ફેસ્ટિવલનાં પ્રારંભની સાથે અમોએ ગુજરાત પ્રવાસન વિભાગ સાપુતારાનાં મેનેજર સહિત ઉચ્ચ અધિકારીઓને ફેસ્ટિવલનાં કાર્યક્રમમાં સ્થાનિક ડાંગી નૃત્યનો સમાવેશ કરવાની રજુઆત કરી હતી પરંતુ હમણા મોન્સૂન ફેસ્ટિવલ પૂરો થવાનાં આરે છે પરંતુ હજુ સુધી પ્રવાસન વિભાગનાં અધિકારીઓએ અમોને જવાબ આપ્યો નથી. ચાલુ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલમાં આયોજકોનાં આડોડાઈનાં પગલે અમોને લાભ નહીં મળતા રોજગારીની સાથે સંસ્કૃતિનું સમન્વયને ભૂલી જતા દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. - દિલીપભાઈ પવાર, સ્થાનિક આદિવાસી અગ્રણી, માલેગાવ

અન્ય સમાચારો પણ છે...