તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગ જિલ્લા ભાજપ સંગઠનની વરણીમાં સારાને બદલે મારાને ગોઠવવાની નીતિ સામે ડાંગ ભાજપમાં ભડકો થયો છે. પાયાનાં કાર્યકતાઓની સંગઠનમાં અવગણનાં કરી થોડાં દિવસ અગાઉ જ પક્ષમાં જોડાયેલાં કાર્યકરોને ઉપપ્રમુખ-મંત્રીનો હોદ્દો આપાયો છે. જયારે 30 વર્ષથી પક્ષ માટે જીવનારા પાયાનાં કાર્યકરોની અવગણાં થતાં સોમવારે તેઓએ વિરોધ નોંધાવી નવસારીનાં અશોક ધોરાજીયાને ડાંગ ભાજપમાં દખલગીરી ન કરવા અનુરોધ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ વહેતી કરતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે.
ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષનાં પદની નિમણૂક બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 30 વર્ષથી ભાજપા પાર્ટી સાથે જોડાયેલા અને પાયાનાં આગેવાનોની સંગઠનમાં ધરાર અવગણના કરી નવા નિશાળીયાને હોદ્દાઓ આપવામાં આવતા જૂના આગેવાનોમાં નારાજગી વ્યાપી ગઈ છે. સોમવારે ડાંગ ભાજપાનાં 30થી વધુ આગેવાનોએ ભેગા મળી ડાંગ ભાજપાનાં અશોકભાઈ ધોરાજીયાનો હૂરિયો બોલાવ્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ બીબીબેન ચૌધરી, રમેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત વિરોધ પક્ષનાં નેતાં સુરેશભાઈ ચૌધરી, માજી મહામંત્રી રમેશભાઈ ગાંગોડા, માજી તાલુકા કારોબારી બાબુરાવભાઈ ગાંગોડા, માજી તાલુકા પ્રમુખ કિશનભાઈ, વાસુર્ણા રાજા, રતિલાલભાઈ, આહવાનાં અગ્રણી જીતુભાઈ તેમજ જિલ્લા-તાલુકાનાં પદાધિકારી, સભ્યો,અને સરપંચો દ્વારા સોમવારે એકત્ર થઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સંબોધીને ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓને થતા અન્યાય બાબતે રજૂઆત કરી જણાવ્યું છે કે જે ડાંગના નથી કે ડાંગ ભાજપના કોઇ હોદ્દેદાર નથી તે અશોકભાઈ ધોરાજીયા અહીં ડાંગના સંગઠનની રચના કરી ડાંગ ભાજપનાં કાર્યકરોમાં ભાગલા પાડીને રાજકારણ કરી રહ્યા છે.
પાર્ટી સંગઠનનું પ્રતિનિધિત્વ સ્થાનિક કક્ષાએ આપવામાં આવે. ડાંગ ભાજપાનાં જુના જોગી-આગેવાનોએ સોમવારે ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, મંત્રી ગણપતભાઈ વસાવા, ડાંગ ભાજપા પ્રમુખ દશરથ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલને સંબોધીને આ અંગે નારાજગીનો સૂર વ્યક્ત કર્યો હતો. આ સાથે ડાંગ જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા અને ભાજપાનાં આગેવાન સુરેશભાઈ ચૌધરીએ નારાજગીનો સુર સોશિયલ મીડિયા મારફત કરતા ડાંગ જિલ્લા ભાજપામાં ચાલતો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો હતો.
મંત્રીનો ફોન આવતા નારાજ આગેવાનોને મળવા બોલાવ્યા હતા
મહામંત્રી,મંત્રી,ઉપપ્રમુખ અને કોષાધ્યક્ષના પદની નારાજગી અંગે મારા સુધી કોઈ રજૂઆત આવી નથી. અશોકભાઈ ધોરાજીયા જોડે જુના જોગી, આગેવાનોનો વ્યક્તિગત અણબનાવ હોઈ શકે. આ સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસજ અંગે મારા પર મંત્રી ગણપતભાઈ વસાવાનો ફોન આવ્યો છે. જેથી મે નારાજ આગેવાનોને મળવા માટે બોલાવ્યા હતા. > દશરથ પવાર, પ્રમુખ, ડાંગ ભાજપ
ભાજપની નહીં પણ અશોક ધોરાજીયાની કાર્યશૈલી સામે વિરોધ
અમો ભાજપા પાર્ટીનાં વફાદાર કાર્યકર્તાઓ છીએ. છેલ્લા 35 વર્ષથી પાયાનાં કાર્યકરની ભૂમિકા અદા કરી છે, ભાજપા પાર્ટીનો વિરોધ નથી પરંતુ અશોકભાઈ ધોરાજીયાની કાર્યશૈલી સામે વિરોધ છે. તેમણે વિશ્વાસમાં લીધા વગર જુના જોગી નેતાઓ વિરુદ્ધ પાર્ટીમાં કાન ભંભેરણી કરી પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી રહ્યા છે. જેથી સ્થાનિકોને પ્રતિનિધિત્વ આપવામાં આવે એવી અમારી માંગણી છે. > સુરેશ ચૌધરી, વિરોધ પક્ષનાં નેતા, ડાંગ જિલ્લા પંચાયત
વાંધો હશે એ પ્રદેશમાં રજૂઆત કરશે
સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજ અંગે મારે કોઈ પ્રતિક્રિયા આપવાની રહેતી નથી. આ પાર્ટીનો વિષય છે. સોશિયલ મીડિયામાં મેસેજ વહેતો કરનાર ડાંગ ભાજપાનાં આગેવાનોને કોઈક વાંધો હશે એ પ્રદેશમાં રજૂઆત કરશે. > અશોક ધોરાજીયા, ભાજપ આગેવાન, નવસારી
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.