આદેશ:કુહાડીનાં હાથાથી ઇજા કરનારને 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ

આહવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીપલાઇદેવી રેંજનાં રોજમદાર પર થયેલા હુમલાનો કેસ

ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ પીપલાઈદેવી રેંજમાં રોજમદાર તરીકે કામ કરતા યશવંતભાઈ સૂર્યવંશી (રહે. ટાંકલીપાડા, તા.આહવા, જિ.ડાંગ) વર્ષ-2009માં જંગલમાં ફેરણા કરવા જતા રિઝર્વ કંપાર્ટમેન્ટ નં.-105માં ગનસુભાઈ દિવા (રહે.વાઝીટેબ્રુન, તા. આહવા, જિ.ડાંગ) ગેરકાયદેસર રીતે છીદંણી કરી ઝાડો કાપતો હોય જેથી યશવંતભાઈએ ઝાડો કાપવાની અને છીદંણી કરવાની ના પાડતા ગનસુભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી કુહાડાનાં ઊંધા ફાસાથી યશવંતભાઈ સૂર્યવંશીનાં ડાબા પગનાં નળા ઉપર મારી દઈ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ કેસમાં આહવા કોર્ટનાં સરકારી વકીલ સુરેશભાઈ કોંકણીની દલીલોને જજે માન્ય રાખી આરોપી ગનસુભાઈને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 1000ના દંડનો હુકમ કર્યો હતો અને આરોપી જો દંડ નહીં ભરે તો વધુ પંદર દિવસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...