ધરપકડ:મુરૂમબારી પાસે સાગી ચોરસા ભરેલી ટવેરા સાથે એક ઝડપાયો

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરમીટ વગરના 0.147 ઘનમીટર મુદ્દામાલ કબજે

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વનવિભાગમાં લાગુ આહવા પૂર્વ રેંજ વિભાગનાં સ્ટાફે બાતમીનાં આધારે ગેરકાયદેસર ઇમારતી લાકડાનો જથ્થો ભરેલ ટવેરા ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ આહવા પૂર્વ રેંજનાં આરએફઓ રાહુલ પટેલ સહિતની ટીમે તેઓનાં હદ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે અરસામાં આહવાથી ચીંચલી માર્ગનાં કલમવિહીર બીટનાં મુરૂમબારી નજીકથી ટવેરા ગાડી (નં. જીજે-19-એમ-3560) જે ગેરકાયદેસર ઇમારતી લાકડાની તસ્કરી કરી લઈ જઈ રહ્યાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં પૂર્વ રેંજનાં આરએફઓ રાહુલ પટેલને મળી હતી.

આ બાતમીનાં આધારે આરએફઓ રાહુલભાઈ પટેલની ટીમે કલમવિહીર જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન આ શંકાસ્પદ ટવેરાને ઉભી રાખી વનવિભાગની ટીમે ચેકીંગ કરતા ગાડીમાંથી પાસ પરમીટ વગરનાં ગેરકાયદેસર સાગી ચોરસા નંગ-4 અંદાજીત 0.147 ઘનમીટરનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હાલમાં આહવા પૂર્વ રેંજની ટીમ દ્વારા ટાવેરા સહિત લાકડાનો જથ્થો કબ્જે કરી વિજયભાઈ નાયક (રહે. પટેલ ફળિયુ, આહવા)એ અટકાયતમાં લઈ તપાસ હાથ ધરી છે. ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ દ્વારા કલમવિહીર બીટમાંથી ઝડપી પડાયેલ ગેરકાયદેસર લાકડાનો જથ્થો તથા ટવેરા ગાડી ડાંગ ભાજપનાં ડોન વિસ્તારનાં દિગ્ગજ નેતાની હોવાની લોકચર્ચાએ જોર પકડતા ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...