તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સખીની સેવા:મહિલાઓની સમસ્યાનું સમાધાન વન સ્ટોપ સેન્ટર

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં બે વર્ષથી ચાલતી સખીની સેવા

આહવામાં સખી : વન સ્ટોપ સેન્ટરના નવનિર્મિત ભવનને પ્રજાર્પણ કરતા રાજ્યની મહિલાઓની વિવિધ સમસ્યાના સમાધાનનુ સરનામુ એટલે સખી : વન સ્ટોપ સેન્ટર\’ એમ જણાવતા મંત્રી પાટકરે મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને સહાયરૂપ થવા માટે આ સેન્ટરની સુવિધા ઉપયોગી પૂરવાર થઇ રહી છે તેમ જણાવ્યું હતું.

આ સેન્ટરની સેવા, સુવિધા અને ફળશ્રુતિનો તાગ મેળવ્યો હતો. જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘર-કુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ વિના આ સેન્ટરની સેવા લઈ શકે છે. અહીં તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા પીડિત મહિલાઓને સામાજિક પરામર્શ સાધી તબીબી, પોલીસ, કે કાયદાકીય સહાય પુરી પાડવામા આવે છે. જરૂર પડ્યે પીડિતાઓને આશ્રયની સુવિધા પણ અપાઈ છે. અહીં શારીરિક-જાતિય-ઘરેલુ હિંસા, માનસિક-ભાવનાત્મક હિંસા, મહિલાઓનો અનૈતિક વેપાર, એસિડ એટેક જેવા કેસોનો ભોગ બનેલી મહિલાઓને \’સખી\’ નો સાથ મળી શકે છે. ઉપરાંત ઇમરજન્સી રેસ્ક્યૂ સર્વિસ, માનસિક-સામાજિક સમર્થન અને પરામર્શ, ટ્રાન્સપોર્ટની સુવિધા, જરૂર પડ્યે દુભાષીયાની સેવા પણ ઉપલબ્ધ કરાવવામા આવે છે. ડાંગમાં સખીની સેવા શરૂ થવાને લગભગ બે વર્ષનો સમય થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...