તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની મહેર:ડાંગમાં ચોથા દિવસે વરસાદી માહોલથી શીતલહેર પ્રસરી

આહવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂન મહિનાના પ્રારંભની સાથે જ વરસાદની મહેર

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલની બેટીંગ યથાવત રહેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઈ હતી. ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે વહેલુ ચોમાસા બેસી ગયું છે.

ડાંગ જિલ્લાનાં ગામડામાં જૂન મહિનાના પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામતા ડાંગી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. કોરોનાની મહામારીમાં ધંધા-રોજગાર તો ઠપ છે પરંતુ વરસાદી ખેતી ઉપર નિર્ભર ડાંગી ખેડૂતો માટે વહેલુ વરસાદી આગમન ફળદાયી સાબિત થાય એવી આશા સેવાઈ રહી છે. ડાંગમાં શુક્રવારે ગિરિમથક સાપુતારા, શામગહાન, માલેગામ, સોનુનિયા, માળુંગા સહિતનાં પંથકોમાં બપોર સુધી અસહ્ય બફારા બાદ સાંજનાં સુમારે વરસાદી માહોલે દસ્તક દેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઈ હતી.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં ધીરેધીરે પ્રવાસીઓનો પગરવ ચાલુ થયો છે તેવામાં વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય આહલાદક બનતા એકલ-દોકલ ફરવા આવતા પ્રવાસીઓને મોજ પડી હતી. ડાંગના સાપુતારા સહિત સરહદીય અને પૂર્વપટ્ટીનાં ગામડામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામતા ચોમાસાનો વિધિવત પ્રારંભ થયાનો જનજીવને અહેસાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...