તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ડાંગ જિલ્લાની સંભવિત મુલાકાતને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્રે જરૂરી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે જિલ્લાના સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની ડાંગ કલેકટર એન.કે.ડામોરે સુચના આપી છે.
સંભવતઃ આગામી 4થી જાન્યુઆરી 2021એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડાંગ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડ સહિત અનેકવિધ વિભાગોના વિકાસ કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવનાર છે. આહવા નજીક લશ્કરીયામાં યોજાનારા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા જુદા-જુદા વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત માર્ગદર્શન આપતા કલેકટર એન.કે.ડામોરે લોકાર્પણ/ખાતમુહૂર્તના કામોની સંપૂર્ણ વિગતો સહિત મિનીટ ટુ મિનીટ કાર્યક્રમને આખરી કરવા સબબ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમા મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહેનારા રાજ્યના મંત્રીઓ, સચિવો પણ હાજરી આપશે. કલેકટર ડામોરે કાર્યક્રમના આગલા દિવસે રિહર્સલ યોજવા સહિત સાંપ્રત “કોરોના” ની સ્થિતિ અને તેના માર્ગદર્શક સૂચનો મુજબ મહાનુભાવો, ઉપસ્થિત રહેનારા લોકો વગેરેની આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવાની પણ સુચના આપી હતી. જુદા જુદા વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તને લગતી તમામ કામગીરી પૂર્ણ કરી સંબંધિત વિભાગોના જવાબદાર અધિકારીઓને સ્વયં ઉપસ્થિત રહેવા સાથે હેલીપેડ, પાર્કિંગ, સભાસ્થળ સહિતના જુદા જુદા સ્થળોએ કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતો, કોન્વેય-ગ્રીન રૂમ અને સ્ટેજની વ્યવસ્થા, મહાનુભાવોનુ રોકાણ જેવા મુદ્દે પણ કલેકટરે સુક્ષ્મ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. બેઠકમા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ પણ ઉપયોગી સૂચનો રજુ કરી, કાર્યક્રમને નિર્વિઘ્ને સંપન્ન કરવા સંબંધિત વિગતો રજુ કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.