તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:સામાજિક મૂડીને ગતિશીલ બનાવવા ઓન કેમ્પસ તાલીમ

આહવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઘઇ કેવીકેએ ભૂમિ સુપોષણ અભિયાન હાથ ધર્યંુ

ભૂમિ સુપોષણ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ (ડાંગ) દ્વારા મોબાઇલાઇઝેશન ઓફ સોશિયલ કેપિટલ પર ઓન કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમની શરૂઆત કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એવા ડો. જી.જી. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી અને ખેડૂત ભાઈઓને જમીનને સજીવન કરવાની પ્રેરણા આપી હતી.

કેન્દ્રના વિસ્તરણના વૈજ્ઞાનિક જે.બી. ડોબરિયા અને એસ.એન.ચૌધરી દ્વારા જમીનને રસાયણમુક્ત કરવા સેન્દ્રિય ખાતર, અળસીયાનું ખાતર, નીમાઅસ્ત્ર, બ્રમ્હાઅસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે ઘરગથ્થું બનાવાતા ખાતર અને દવા બનાવવાની સમજણ અને તેને સંબંધિત વીડિયોગ્રાફી બતાવવામાં આવી હતી. ભૂમિ સુપોષણ અભિયાન અને પરંપરગત કૃષિ વિકાસ યોજના હેઠળ ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો બનાવવા લોકો સમાજિક રીતે ગતિશીલ થાય અને રસાયણમુક્ત ખેતપેદાશ ઉત્પાદન કરે તે માટે વર્મી કમ્પોસ્ટ પોટાશ મોબિલાઇઝેશન બેક્ટેરીયા, ફોસ્ફરસ સોલ્યુબરાઇઝેશન બેક્ટેરીયા, એઝોસ્પાઈરીલીયમ અને નોવેલ પ્લસ જેવી સેન્દ્રિય ઉત્પાદક સામગ્રી અપાઇ હતી.

આ તાલીમમાં વિસ્તરણના વૈજ્ઞાનિક જે.બી. ડોબરીયા દ્વારા ખેડૂતભાઇઓને પોતાની પાસે રહેલા સાધન-સામગ્રીને રિ-પ્રોસેસિંગ કરી તેનો મહત્તમ લાભ ઉઠાવી ખેતીમાંથી ખર્ચ ઓછો કરવા તથા ઘરગથ્થુ ખેતી ઉપચાર બનાવી તેનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...