કોરોના સંક્રમણ:ડાંગમાં એકપણ કેસ ન આવતા તંત્રને રાહત, 6 દર્દી સાજા થયા, હજુ 8 દર્દી હોમ આઇસોલેશનમાં

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લા માટે મંગળવારે ‘કોરોના’ને લઈને ફરી એકવાર સારા સમાચાર સામે આવ્યા હતા. જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો ન હતો. જ્યારે છ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી હતી. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગમાં મંગળવારે એકપણ નવો કેસ નોંધાયો ન હતો. અગાઉ જિલ્લામા કુલ 685 કેસ નોંધાઇ ચૂક્યા છે, જે પૈકી 676 દર્દીને રજા અપાઈ છે. જ્યારે 9 કેસ એક્ટિવ રહ્યા છે. એક્ટિવ કેસ પૈકી 1 દર્દી આહવા સિવિલમાં અને 8 દર્દીને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

જ્યારે જિલ્લામાં આજદિન સુધી 2113 (85 ટકા) હેલ્થકેર વર્કરો, 4962 (99 ટકા) ફ્રન્ટલાઇન વર્કરો અને 28701 (45+) 49 ટકા નાગરિકો મળી કુલ 35776 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. કોરોનાને કારણે ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 28 જણાંના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં અગાઉ પણ જ્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો હતો ત્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો ન હતો. બીજા વેવમાં સંક્રમણ વધતાં તંત્ર એલર્ટ બન્યું હતું. જેને પગલે હવે ડાંગમાં હાલમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...