તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahwa
  • National Highway No. Connecting Maharashtra. 953 Washed In Rain, 100 Km Road Passing Through Tapi Dang Included In National Highway Only 2 Years Ago

અકસ્માત સર્જાવાનો ભય:મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે નં. 953 વરસાદમાં ધોવાયો, તાપી-ડાંગમાંથી પસાર થતો 100 કિ.મી.રસ્તો 2 વર્ષ પહેલાં જ નેશનલ હાઈવે માં સમાવિષ્ટ

આહવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ઉબડખાબડ માર્ગમાં પુરાણ નહીં કરાતા અકસ્માત સર્જાવાનો ભય

તાપી જિલ્લાનાં સોનગઢ નેહા-65થી ડાંગ જિલ્લાનાં બરડીપાડા, મહાલથી આહવા, શામગહાનથી સાપુતારા મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે નં-953 નેશનલ હાઈવે વિભાગનાં જવાબદાર અધિકારીઓની બેજવાબદારીના કારણે નેશનલ હાઈવેમાં ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે. રસ્તાની સાઈડમાં વરસાદી ગટર કે સંરક્ષણ દિવાલ નહીં હોવાથી સાઈડમાં રસ્તાનું ધોવાણ થઈ જાય છે. વરસાદી પાણીનાં કારણે મસમોટા ખાડાઓ પડેલાં છે. રસ્તા પર ટ્રાફિક નિયમન સૂચવતા પટ્ટા નથી અંતર દર્શાવતાં માઈલ સ્ટોન નથી, નેશનલ હાઈવે પર હાઈવેવાળી સુવિધાના નામે મીડું છે.

તાપી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 65 પર આવેલા સોનગઢથી ડાંગ જિલ્લાનાં બરડીપાડા, મહાલથી આહવા અને આહવાથી શામગહાન સ્ટેટ માર્ગ-મકાન વિભાગનો અંદાજીત 100 કિલોમીટરનો રસ્તો બે વર્ષ પહેલાં જ નેશનલ હાઈવેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને નેશનલ હાઈવે નં. 953 નામ આપી દેવાયું છે. પરંતુ આ નેશનલ હાઈવે ઉપર હજી સુધી યોગ્ય કાર્યવાહી કે મરામત ન થતાં ઘણી બધી જગ્યાએ નેશનલ હાઈવેમાં ઠેર-ઠેર વરસાદી પાણી રસ્તામાં ભરાઈ જાય છે. રસ્તામાં મસમોટા ખાડાઓ પડી ગયાં છે. રસ્તાની સાઈડમાં વરસાદી ગટર કે સંરક્ષણ દિવાલ નહીં હોવાથી સાઈડમાં રસ્તાનું ધોવાણ થઈ જાય છે.

આહવા ઘાટમાં ઘણી જગ્યાએ રસ્તાનું ધોવાણ થઇ ગયું છે. મહાલ ઘાટમાં ભેખડો સાથે માટી ધસી આવતા રસ્તો સાંકડો બની ગયો છે. વરસાદી પાણીનાં કારણે મસમોટા ખાડાઓ પડેલાં છે. રસ્તા પર ટ્રાફિક નિયમન સૂચવતાં પટ્ટા નથી, જયારે અંતર દર્શાવતાં કિલોમીટર દર્શાવતાં માઈલસ્ટોન નથી. આમ નેશનલ હાઈવે પર સુવિધા નામે મીડું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હાઈવે રોડ પર હવે ધીમે ધીમે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે તંત્ર દ્વારા આ હાઈવેની મરામત તાત્કાલિક ધોરણે કરે તેવી લોક માંગ ઉઠી છે. આ રોડ પર મસમોટા ખાડા હોવાને કારણે વાહન ચાલકોમાં સતત દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે ત્યારે વહેલી તકે રસ્તાની મરામત થાય તે જરૂરી બને છે.

પ્રજાના પ્રતિનિધિઓના પ્રતિભાવો

  • વલસાડ-ડાંગનાં સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્યું હતું કે હું કામગીરી કરાવું જ છું. આગામી દિવસોમાં રસ્તાની રમસ્યા દૂર કરવા કાર્યવાહી કરીશ. એ માટેના મારી કાર્યવાહી ચાલુ જ છે.
  • ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાંવિતે જણાવ્યું હતું કે હું રસ્તાની સમસ્યા દૂર કરવાં પ્રયત્ન કરી રહ્યો છું. પ્રયાસ ચાલુ જ છે.
  • ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું કે રસ્તાની સમસ્યા નિરાકારણ લાવવા હું યોગ્ય કાર્યવાહી કરીશ અને શક્ય તેટલી ઝડપે રસ્તો બનાવવા પ્રયત્ન કરીશ.
અન્ય સમાચારો પણ છે...