તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વેપારીઓનું MLA-સુબીર કારોબારી અધ્યક્ષનું બાંધકામ અટકાવવા આવેદન

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આહવાના વેપારીઓની કલેકટરને રજૂઆત સાથે આંદોલનની ચીમકી

આહવાના ભંડારચોકમાં પાથરણા પાથરી શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓએ બુધવારે ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું છે કે આહવાનાં ભંડારચોક પાસે આવેલ જમીન ભાજપનાં રાજકીય વગ ધરાવતાં ધારાસભ્યનાં પત્ની હંસાબેન વિજયભાઈ પટેલ અને સુબીર તાલુકા કારોબારી સમિતિનાં અધ્યક્ષ રતિલાલભાઈની પત્ની સુનિતાબેન રતિલાલભાઈ રાઉતને બારોબાર જમીન ફાળવી આપવામાં આવી છે અને હાલ દુકાનોનું પાકું બાંધકામ કરાવવામાં આવી રહ્યું છે. આ જમીન ફાળવણી અને દુકાનોનું બાંધકામ સામે વિરોધ કર્યો છે, જે જમીન સ્ટેટ હાઈવે રોડ માર્જીનમાં આવતી હોય ઉપરાંત જાહેર હિતમાં રિઝર્વ રાખવામાં આવેલો છે. આ જમીન જાહેર હિતમાં નવરાત્રી, ગણપતિ ઉત્સવ અન્ય સામાજીક કામો માટે વર્ષોથી ઉપયોગમાં લેવાતી હોય છે.

અંબામાતા મંદિરની બાજુમાં આવતી હોય આજદિન સુધી પાથરણા પાથરી છૂટક શાકભાજીનું વેચાણ કરી રોજેરોજ કમાઈને ખાતા નાના ગરીબોની આજીવિકા તેનાં પર નિર્ભર હતી એવી જમીન રાજકીય વગ ધરાવતાં શખસોને ફાળવી અન્યાય કરવામાં આવ્યો છે. આ પહેલા પણ ઘણાં નાના ગરીબ વેપારીઓએ જિલ્લા કલેકટર કચેરીમાં ધંધાકીય હેતુ માટે જમીન મેળવવામાં અરજી કરી હતી ત્યારે નાના ગરીબ વેપારીઓને આ જમીન જાહેરહિતમાં રિઝર્વ રાખવામાં આવેલ છે અને રોડ માર્જિનમાં આવે છે તેવા જવાબો આપી વેપારીઓની અરજીઓ દફતરે કરવામાં આવી છે.

આમ વેપારીઓને અન્યાય કરી રાજકીય વગ ધરાવતાં ધારાસભ્યનાં પત્ની અને સુબીર તાલુકાનાં કારોબારી અધ્યક્ષની પત્નીને ફાળવી ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરી બાંધકામ અટકાવા માંગ કરી છે અને જો બાંધકામ નહીં અટકાવવામાં આવે તો ગાંધીચીંધ્યાં માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...