હેલ્થ અવેરનેશ:ડાંગ જિલ્લામાં શરૂ થનાર આરોગ્ય મેળાઓમાં આરોગ્યલક્ષી અનેક જાણકારી આપવામાં આવશે

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ િજલ્લામાં આરોગ્ય મેળા સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ ગઇ

સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે ડાંગ જિલ્લામા પણ તા.18 એપ્રિલ-2022 થી તા.22 એપ્રિલ-2022 દરમિયાન દરેક તાલુકાના મુખ્ય મથક ખાતે બ્લોક લેવલના ‘આરોગ્ય મેળા’નુ આયોજન કરવામા આવ્યુ છે. તાજેતરમા ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામા યોજાયેલી બ્લોક લેવલ હેલ્થ મેળાના આયોજન અંગેની બેઠકમાં સંબંધિત દરેક વિભાગોએ હેલ્થ મેળા દરમિયાન કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. દરેક વિભાગો સરકારની લોક ઉપયોગી યોજનાઓની લોકોને મહત્તમ જાણકારી અને લાભ મળી રહે તે રીતે આયોજન કરવા કલેક્ટરે સૂચન કર્યુ હતુ.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હિમાંશુ ગામીતે આરોગ્ય મેળાની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, આહવા તાલુકામા તા.18/04/2022ના રોજ ડાંગ દરબાર હૉલ આહવા ખાતે વઘઇ તાલુકામા તા.19/04/2022ના રોજ પી.ટી.સી. કોલેજ-વઘઇ ખાતે જ્યારે સુબિર તાલુકામા તા.20/04/2022ના રોજ જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમા બ્લોક લેવલે આરોગ્ય મેળાનુ આયોજન કરવામા આવનાર છે. જેમા 10 જેટલા જુદા-જુદા વિભાગો પણ ભાગ લેશે.

દર હેલ્થ મેળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ પ્રોગ્રામ અને યોજનાઓ વિષે જનજાગૃતિ કરવા સાથે, આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મીશન હેઠળ યુનિક હેલ્થ આઇ.ડી. કાર્ડ બનાવવા મદદ કરાશે. ઉપરાંત AB PMJAY-MA યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ પૂરા પાડવા મદદરૂપ થવા સાથે, વિવિધ કોમ્યુનિકેબલ અને નોન-કોમ્યુનિકેબલ રોગો અંતર્ગત અટકાયતી પગલા જાગૃતિ પણ કેળવાશે. વિવિધ પ્રકારની માસ-મીડિયા અને મીડ-મીડિયા એક્ઝિબિશન મારફતે વેલનેશ બિહેવીયર અપનાવવા, બહોળા જન સમુદાયને પ્રેરીત કરવા, તથા પ્રાથમિક આરોગ્ય સંભાળ અને સેવાઓ અંતર્ગત ઝડપી નિદાન, દવાઓ, ટેલીકન્સલ્ટેશન જેવી પ્રવૃત્તિઓ માટે સ્ક્રીનિંગ સુવિધા ઊભી કરવી જેવા મુદ્દાઓ સાંકળી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...