તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આહવા બહારના વકીલોને કોર્ટ પરિસરમાં ન આવવા નિર્ણય, આહવા બાર એસોસિએશનની કારોબારી મિટીંગ મળી

આહવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગમાં કોરોનાની મહામારીમાં વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઈ આહવા બાર એસોસિએશનની કારોબારી મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં કોરોનાની તકેદારી અંગે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે ઠરાવો કરી ડિસ્ટ્રીક્ટ કોર્ટ તથા તાબા હેઠળની કોર્ટ સહિત કલેકટર ડાંગને નકલ સુપ્રત કરી રજૂઆત કરી છે.

ડાંગ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે ત્યારે વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઈ આહવા બાર એસોસિએશનના સભ્યોની કારોબારી મિટીંગ મળી હતી. કારોબારી મિટીંગમાં સભ્યોએ ઠરાવ પસાર કરી જણાવ્યું છે કે, કોરોનાની વણસી રહેલી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 1લી એપ્રિલથી 11 વાગ્યાનાં સમયગાળામાં કોર્ટ પરિસરમાં ભીડ, ટોળુ ટાળવાનાં હેતુસર અરજન્ટ કામ સિવાયનાં કામો કેસોથી અળગા રહેવાનો ઠરાવ કર્યો હતો.

સાથે જામીન, રિમાન્ડ, આંક-5, મુદ્દામાલ સિવાયની તમામ મેટરો, કેસો, રેવન્યુ રેકર્ડથી પણ અળગા રહેવાનો ઠરાવ કર્યો હતો. લોકડાઉન સમયનાં કેસો, પ્રોહિબિશનનાં કેસોમાં પક્ષકારોને ન બોલાવવા, તારીખ આપવા અને નવા સાક્ષીઓનાં સમન્સ ન કાઢવા, પ્રર્વતમાન તમામ નવા કેસોનાં સાક્ષીઓને નહીં બોલાવવા, સ્ટેજ બંધ નહીં કરવા તથા વોરંટ ન કાઢવા માટે કોર્ટને વિનંતી કરી ઠરાવ કર્યો છે. વધુમાં સંક્રમિત હોય અથવા તાવ,ખાંસી,કફ,શરદી,શરીરમાં બળતરા, ગળાનું ઇન્ફેક્શન હોય તો વકીલોને અને અસીલોને કોર્ટ પરિસરમાં ન આવવા વિનંતી કરી છે. સાથે નોટરી વકીલોએ આસપાસ ભીડ એકત્રિત ન થવા દેવી અને સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે અમલ કરવા ઠરાવ કર્યો હતો. અહીં હાલમાં જિલ્લા બહારથી આવતા વકીલોને પણ આહવા કોર્ટ પરિસરમાં ન આવવાનાં સૂચનો કર્યા છે. આહવા બાર એસોસિએશન ડાંગ દ્વારા મિટીંગમાં કરાયેલી ચર્ચા વિચારણા બાદ આ ઠરાવોની નકલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ, તાબા હેઠળની તમામ કોર્ટ સહિત ડાંગ કલેકટરને નકલ સુપરત કરી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો