આયોજન:ડાંગમાં વ્યક્તિગત અને સામુહિક સોક્પીટના શ્રેણીબદ્ધ કાર્યક્રમ શરૂ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને અનેકવિધ ગરીબલક્ષી કાર્યક્રમોના આયોજન થકી, જન્મદિવસની ભેટ આપતા ડાંગ જિલ્લામા પણ અનેકવિધ કાર્યક્રમોનુ આયોજન કરીને, નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ રહી છે. કાર્યક્રમના ભાગરૂપે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લામા અંદાજીત 90.53 લાખના ખર્ચે 350 જેટલા સામુહિક સોકપીટના કામો, ઉપરાંત રૂ. 69.17 લાખના ખર્ચે 1400 જેટલા વ્યક્તિગત સોક્પીટના કામોનો શુભારંભ કરાયો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી તરફતી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર મનરેગા યોજના હેઠળ શરુ કરાયેલા આ કામો સાથે આ અભિયાન દરમિયાન 30.96 લાખના ખર્ચે 258 વ્યક્તિગત શૌચાલયો, ઉપરાંત 7 લાખના ખર્ચે 350 જેટલા વ્યક્તિગત શૌચાલયોના રેટ્રોફીટીંગની કામગીરી પણ હાથ ધરવામા આવશે. આમ, આ 100 દિવસના અભિયાન દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડાંગ જિલ્લામા અંદાજીત 197.66 લાખના ખર્ચે 2358 જેટલા કામો હાથ ધરવાનો લક્ષ નિર્ધાર કરાયો છે તેમ નિયામક ચૌધરીએ પૂરક વિગતો આપતા ઉમેર્યું હતું.

દરમિયાન આહવા તાલુકા મથકે આયોજિત ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમ સાથે 100 દિવસના કેમ્પેઈનની આ કામગીરીના ભાગરૂપે આહવા તાલુકાની 27 ગ્રામ પંચાયતમાં હાથ ધરાનારા વ્યક્તિગત સોકપીટના કુલ 540 અને સામુહિક સોકપીટના 108 કામ મળી કુલ 648 કામો આગામી સો દિવસોમા પૂર્ણ કરવાના કાર્યનો શુભારંભ કરાયો હતો.

ડાંગ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિલમબેન ચૌધરી અને આહવા તાલુકા પંચાયતના પ્રમુખ કમળાબેન રાઉત, મનરેગા યોજનાના મદદનીશ પ્રોગ્રામ અધિકારી ધર્મેન્દ્રભાઈ ટંડેલના હસ્તે, આહવા તાલુકા પંચાયતમાં સોકપીટની કામગીરીનુ ખાતમુહૂર્ત કરાયું હતું. જેની સાથે આ કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકાની 27 ગ્રામ પંચાયતોમા સ્થાનિક સરપંચો તેમજ ગામ આગેવાનો દ્વારા સરકારના સો દિવસના આ કેમ્પેઈનની કામગીરીની શરૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...