મુલાકાત:રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ મંત્રીની ડાંગમાં જન આશીર્વાદ યાત્રા

આહવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્ધનારેશ્વર નાગેશ્વર મંદિર બીલમાળમાં દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા

રાજ્યનાં કલ્પસર અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીએ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાથી શનિવારે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ડાંગ જિલ્લામાંથી પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. જિલ્લાના નાગરિકોનુ અભિવાદન કરતા મંત્રી જીતુભાઈ ચૌધરીએ આહવા અને શામગહાનમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે, તમામ અદના અને પાયાના કાર્યકરોએ અથાગ પરિશ્રમ દ્વારા જન આશીર્વાદ યાત્રાને સફળ બનાવી છે. આદિવાસી વિસ્તારમાં પાણીની ‘નલ સે જલ’ યોજના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો હતો, જે આજે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે.

સરકાર દ્વારા સુકા વિસ્તારને પિયત કરી શકે તેવી લીફ્ટ ઇરીગેશન યોજના થકી આદિવાસી વિસ્તારમાં પાણીની યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરપંચથી લઈને ધારાસભ્ય સુધી અનેક ચઢાવ-ઉતાર બાદ આપ સૌના સાથ અને સહકારથી આજે આપની સમક્ષ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનુ ગૌરવ પ્રાપ્ત થયું છે. કોરોનાની બીજી લહેર ખરાબ હતી. આવા સમયે સરકારના પ્રોજેક્ટો પણ ધીમા પડ્યા હતા.

હવે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીએ 100 દિવસના સંકલ્પથી જે કામ બાકી છે તેને પૂર્ણ કરવાનુ આહવાન કર્યુ છે ત્યારે આપણે સૌ સાથે મળી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા સંકલ્પબધ્ધ બનીએ. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે ઉદબોધન કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસ વોટ બેન્ક તરીકે આપણા આદિજાતિ વિસ્તારના લોકોનો ઉપયોગ કર્યો છે. જ્યારે ભાજપના શાસનમાં આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યુ છે. સમાજની ચિંતા કરી છે. શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વગેરે ક્ષેત્રોમાં સરકારે મન મૂકી વિકાસ કર્યો છે.

જન આશીર્વાદ યાત્રા સહિત મહાનુભાવોનુ પારંપારિક ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતું ડાંગી નૃત્ય આદિવાસી કહાળ્યા સંગીત સાથે આહવા નગરમાં શોભાયાત્રા કાઢી જન આશીર્વાદ રેલી યોજાઈ હતી. શિવારીમાળમાં અનાથ બાળકીઓની વૈદેહી આશ્રમની મુલાકાત લીધી હતી. સાકરપાતાળમાં જન સમર્થન રેલી દ્વારા સ્વાગત કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...