તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:યુનિવર્સિટીની બધી ભલામણો છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવી જરૂરી : કુલપતિ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં ખેતીવિષયક પ્રશ્નો, સંશોધન મુદ્દે કિસાન ગોષ્ઠિ

ગુજરાતનાં ખેડૂતોનાં વિકાસ માટે કૃષિ યુનિવર્સિટીની અદ્યતન તાંત્રિકતાઓ ખેડૂતો સુધી પહોંચાડવી જરૂરી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીંબડીયાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કિસાનગોષ્ઠીને અભિનંદન પાઠવતા નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. ઝીણાભાઈ પટેલે જણાવ્યું કે યુનિવર્સિટીની બધી ભલામણો છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવી જરૂરી છે. જ્યારે બધા ખેડૂતો સુધી આપણી યુનિવર્સિટીની ભલામણો પહોંચશે ત્યારે જ યુનિવર્સિટીનું કામ સાર્થક થશે. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાનાં અલગ અલગ ગામમાંથી ખેડૂતો પણ જોડાયેલ હતા.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈમાં યોજાયેલ આ કાર્યક્રમમાં SHG ગ્રુપના ચેરમેન ભારતીબેન દ્વારા જણાવાયું હતું કે નાગલીનો વિસ્તાર ડાંગ જિલ્લામાંથી ઓછો થતો જાય છે. આ પાકના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે યોગ્ય આયોજનરૂપી પગલાં લેવા વિનંતી કરી હતી. ભારતીબેન દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈમાં નાગલી, વરી અને સફેદમુસળીનું મૂલ્યવર્ધન કરવા માટેના નિદર્શન યુનિટનું આયોજન કરવાથી નાગલીની ખેતીમાં ઘણા ખેડૂતો આગળ આવે તેવી શક્યતા જણાવી હતી.

બોરપાડા ગામનાં નિલેશભાઈએ ડાંગ જિલ્લાના ખેડૂતોને આદર પદ્ધતિ ધીમે ધીમે છોડીને આગળ આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. ડોકપાતળ ગામના વિજયભાઇએ મશરૂમના બિયારણ કૃષિ યુનિવર્સિટી પરથી જ મળી રહે તથા તેના માર્કેટિંગમાં પડતાં પ્રશ્નો જણાવ્યાં હતા. ઉગા ગામના પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઈએ પશુઓને અપાતાં મિનરલ મિક્ષર અને બાયપાસ ફેટના યુનિટ યુનિવર્સિટી દ્વારા ગોઠવવામાં આવે તો ખેડૂતોને વ્યાજબી ભાવે નજીકથી મિનરલ મિક્ષર અને બાયપાસ ફેટ મળી રહે તેવું જણાવ્યું હતુ.આ કાર્યક્રમમાં આશરે 20થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...