આવેદન:ડાંગની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા રજૂઆત

આહવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન

ડાંગ જિલ્લામાં શુક્રવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ડાંગ ઘ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કોરોનાની વર્તમાન પરિસ્થિતિ ને જોતા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરી હતી.ડાંગ જિલ્લામાં શુક્રવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ડાંગ ઘ્વારા જીતુભાઇ વાઘાણી શિક્ષણમંત્રી ગુજરાત રાજ્યને સંબોધેલુ આવેદનપત્ર ડાંગ જિલ્લા કલેક્ટરને આપી ગુજરાત રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને જોતા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરી હતી.

કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા થોડા દિવસોમાં ગુજરાતની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓમાં કોરોના સંક્ર્મણ ફેલાયો છે. ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે ત્યારે જો વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં સંક્રમિત થાય તો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે વિકટ પરિસ્થિતિ સર્જાય શકે તેમ દેખાઈ રહ્યું છે.

પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ વ્યવસ્થા બંધ કરી ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વિદ્યાર્થીઓ માટે પણ સમીક્ષા કરી ઓફલાઈન શિક્ષણની નવી ગાઈડલાઈન જાહેર કરી તેનું ચોકસાઈથી પાલન કરાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તમામ વિદ્યાર્થી માટે ઓનલાઇન શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરાવવામાં આવે અને વિદ્યાર્થી અને વાલીઓને કોઈપણ જાતના દબાણ વિના ઓનલાઇન/ઓફલાઈન શિક્ષણ અંગે પોતાની પસંદગી કરવા દેવામાં આવે. પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રાથમિક ધોરણે ઓફલાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...