નિર્ણયનો વિરોધ:આહવામાં દુકાનો બંધ રાખવા વહીવટીતંત્રનું તઘલગી ફરમાન

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલ અને સીએમ આવતા પૂર્વે જ નિર્ણય ​​​​​​કરાયો
  • આપનાં પ્રભારીની દુકાનો ચાલુ રાખવા સીએમને ઈ-મેલ

ડાંગ જિલ્લામાં આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક જિલ્લા તરીકે જાહેર કરવાનો હોય જેથી આહવામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યાં છે. જેથી ડાંગ વહીવટી તંત્ર દ્વારા આહવા નગરનાં અમુક રૂટોની દુકાનો બંધ કરવાનું ફરમાન જાહેર કરતા આમ આદમી પાર્ટી ડાંગનાં પ્રભારી મનિષભાઈ મારકણાએ દુકાનો ચાલુ રાખવા બાબતે ઈ-મેલથી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ડાંગ જિલ્લા આપના પ્રભારી મનિષભાઈ મારકણાએ જણાવ્યું હતું કે ગુજરાતનાં મુખ્યમંત્રી પ્રજા અને વેપારીઓને તકલીફ પડે નહીં તેવો નિર્ણય લેતા હોય છે પરંતુ ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા આ લેવામાં આવેલ નિર્ણયનો વિરોધ નોંધાવીએ છીએ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને મુખ્યમંત્રીનાં કાર્યક્રમનો કોઈ વિરોધ નથી પરંતુ ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. આ નિર્ણય જો ત્વરિત જો ખેંચવામાં નહીં આવે તો વિરોધ કરીશુ. જેની તમામ જવાબદારી ડાંગ પ્રશાસનની રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...