તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:બાજ ગામની ઇજાગ્રસ્ત યુવતીનું સારવારમાં મોત, કાર ચાલકે યુવતીને અડફેટે લીધી હતી

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બાજ ગામની અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલી યુવતીનું સુરતમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં ગમગીની છવાઈ છે. ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બાજ ગામની યુવતી વૈશાલીબેન ગમજભાઈ ગાવિત થોડા દિવસ પૂર્વે ચીખલી આઈ.ટી.આઈ કોલેજમાં જવા માટે બસની રાહ જોતી માર્ગની સાઈડમાં ઉભી હતી. તે દરમિયાન ઈકો વાનચાલકે ગફલતભરી રીતે હંકારી માર્ગનાં સાઈડમાં ઉભેલી વૈશાલીબેનને અડફેટે લઈ કાર પલટી મારી ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

આ બનાવમાં વૈશાલીબેનને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલમાં દાખલ કરાઈ હતી. આ યુવતીનાં સ્થિતિ અંગે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ ભાજપા સંગઠનનાં પ્રભારી પ્રફુલભાઈ પાનસેરીયાજીને જાણ કરતા તેમણે તુરંત જ સુરત સિવિલમાં દોડી જઈ RMO ડો. કેતનભાઈ સાથે મિટિંગ કરી આ યુવતીનાં સારવારમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટેનાં સૂચનો આપ્યા હતા. આ ઇજાગ્રસ્ત યુવતીનાં મગજની અંદર મલ્ટી ઇન્જરી થવાથી ઓપરેશન થયું ન હતું. તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપર રાખવામાં આવી હતી. આ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની ફેલાઈ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...