તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંવેદનશીલ અભિગમ:માનવીય સંવેદનાને ઉજાગર કરતી પહેલ, જનેતાએ ત્યજી દીધેલા બાળકો માટે ‘અનામી પારણુ’ છત્રછાયા બનશે

આહવા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આહવાની જનરલ હોસ્પિટલમાં અનામી પારણુ મુકાયું, ત્યજી દેવાયેલા શિશુઓનું જીવન બચાવાશે

સમાજમા ક્યારેક તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા જ ક્યાંક અવાવરુ જગ્યાએ કે ઉકરડામાં ત્યજી દેવાના કિસ્સા સામે આવે છે, ત્યારે શરીરમાં કમકમાટી વ્યાપી જાય છે. મન અને મસ્તિસ્કના જ્ઞાનતંતુઓ પણ ઘડી બેઘડી શિથિલ થઈ જાય છે. જ્યારે કળ વળે ત્યારે લાગણીશીલ માનવીનુ મન વિચારોની ઊંડી ગર્તામા સરી પડે છે.

આખરે આવુ કેમ ? જે માતા છેક નવ-નવ માસથી પોતાના ઉદરમા તેના સંતાનને ઉછેરે છે, તેણે જ તેને જન્મતા વેંત તરછોડવુ પડે છે ? કારણ ભલે જે હોય તે પરંતુ સમાજ માટે શરમજનક કહી શકાય તેવી આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે અને લાચારી કે નિર્દયતાને કારણે આવા ત્યજી દેવાયેલા નવજાત શિશુઓનુ અમૂલ્ય જીવન બચાવી શકાય તેવા માનવીય અભિગમ સાથે સંવેદનશીલ રાજ્ય સરકારે ઠેર ઠેર ‘અનામી પારણુ’ મુકવાનુ અભિયાન આદર્યું છે.

જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની સિવિલ હોસ્પિટલમાં પણ આજે આવુ જ એક ‘અનામી પારણુ’ મુકવામા આવ્યુ છે. અહીં એવી મજબૂર, લાચાર કે પછી અનિચ્છનીય સંતાનની માતા-પિતા કે તેમના વાલીઓને પોતાના સંતાનને અવાવરુ જગ્યાએ કે ઉકરડા ઉપર ત્યજી ન દેતા, અહી ઉપલબ્ધ છત્રછાયા તળે મૂકી જવાની તક મળી રહેશે. જેથી કોઈ અનિચ્છનીય નવજાત શિશુને કોઈ પાલનહારના હવાલે કરી નવજીવન આપી શકાશે.

રાજ્ય સરકારના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ ત્યજી દેવાયેલા નવજાત શિશુઓને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 મુજબ દત્તક આપવાની પ્રક્રિયા હેઠળ તેનુ પુન:સ્થાપન કરી તેનો ઉછેર કરવા ઇચ્છુક વાલીઓને સોંપવામા આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું. આહવાની સિવિલ હોસ્પિટલમાં ‘અનામી પારણુ’ મુકવાના કાર્યક્રમમાં અધિક્ષકડો.રશ્મિકાંત કોકણી, આરએમઓ ડો.રિતેશ બ્રહ્મભટ્ટ, નર્સિંગ સ્ટાફ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા એકમની સમગ્ર ટીમ, ચાઈલ્ડ લાઇન-1098ની ટીમ વગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો