તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ આપ દરેક બેઠક પર ઉમેદવારો ઉતારી ચૂંટણી લડશે

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંગઠન મજબૂત કરવા ડોર ટુ ડોર કાર્યક્રમ

અગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી પણ દરેક બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી ચૂંટણી જંગ ખેલશે. આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લાનાં પ્રમુખ મનીષભાઈ મારકણાનાં નેતૃત્વમાં અગામી ફેબ્રુઆરી 2021માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકાની તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવવાનું બ્યુગલ ફૂંકયુ છે.

મંગળવારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના બોરખેતમાં આમ આદમી પાર્ટીનાં આગેવાનોએ હનુમાનજીનાં આશીર્વાદ લીધા હતા અને અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ જિલ્લામાં આમ આદમી પાર્ટીનાં શિક્ષિત અને સેવાભાવી તથા ઈમાનદાર યુવાનોને મેદાનમાં ઉતારવાની હાંકલ કરી હતી.

આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા તમામ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરવાના શ્રી ગણેશ કરી સંગઠન મજબૂત કરવા તથા ડોર ટુ ડોર કાર્યક્રમ કરી મતદારો વચ્ચે કાર્યક્રમ યોજી રહ્યા છે. અગામી દિવસોમાં ઉમેદવારોની પ્રથમ સૂચિ બહાર પાડી પોતાની સક્રિયતા દાખવશેનું આમ આદમી પાર્ટી પ્રમુખ મનીષ મારકણાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો