તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ડાંગ ચૂંટણીમાં બધાને વરરાજા બનવાના કોડ પણ અનેક અણવર જ બની રહેશે

આહવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વઘઇ તા.પં.ની 16, સુબીર 16 અને આહવાની 16 સીટ પર અનેક દાવેદાર

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપા, કોંગ્રેસ અને આપ સહિતનાં અનેક પક્ષો દ્વારા ઉમેદવારોનું લિસ્ટ હાઇકમાન્ડમાં મોકલી દેતા અગામી દિવસોમાં કયા ઉમેદવારોની ટિકિટ કપાશે અને કયા ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળાશે તે આવનાર સમય જ બતાવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધુ છે ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લા પંચાયત કુલ 18 સીટનું પીઠબળ ધરાવે છે. જ્યારે વઘઇ તાલુકા પંચાયત 16 સીટ, સુબીર તાલુકા પંચાયત 16 તથા આહવા તાલુકા પંચાયત 16 સીટનું પીઠબળ ધરાવે છે. હાલમાં ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપા, કોંગ્રેસ, આપ તથા બી.ટી.એસ.સહિત પક્ષો પૂરજોશમાં સક્રિય બન્યા છે.

ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતનાં સીટ દીઠ ઉમેદવારોની પસંદગી માટે ભાજપા અને કોંગ્રેસ દ્વારા કમર કસવામાં આવી છે. આ સાથે ભાજપા અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોનાં પસંદગીની યાદી હાઇકમાન્ડને પણ મોકલી દેવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ પક્ષમાંથી ડાંગ જિલ્લાનાં કયા-કયા કદાવર નેતાઓની ટિકિટ કપાશે અને ક્યા ક્યા ઉમેદવારો ઉપર પસંદગીનો કળશ ઢોળાશે તે આવનાર સમય જ બતાવશે. અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પાટલી બદલુ નેતાઓનાં પગલે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપાનાં ઉમેદવાર વિજયભાઈ પટેલે ઐતિહાસિક જીત મેળવી હતી. જેને પગલે ડાંગ જિલ્લામાં હાલનાં સમયે ભગવામય વાતાવરણનાં લહેરની શરૂઆત થઈ ચૂકી છે.

ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર સૂર્યકાંત ગાવિતને કારમો પરાજય થતા અન્ય કદાવર કોંગ્રેસી નેતાઓને પોતાનુ ભવિષ્ય અંધકારમય જણાતા થોડા દિવસ પૂર્વે જ સાગમટે કોંગ્રેસને રામ રામ કરી ભાજપાનો ભગવો ધારણ કરી લીધો છે. બીજી તરફ ડાંગ કોંગ્રેસ શૂન્યમાંથી બહાર આવી નવા નિશાળીયાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતારવાનું વિચારી રહી છે ત્યારે આવનાર દિવસોમાં ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં કયા કયા ઉમેદવારો ઉપર પસંદગીનો કળશ ઢોળાશે એ અંગે લોકો આતુરતાની સાથે મીટ માંડી બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો