પરિણામ:સુબીરની મહાલ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર 298 મતથી વિજયી

આહવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BTSને 14 અને આપને માત્ર 17 મત મળતા ડિપોઝીટ ડૂલ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાની મહાલ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર છગનભાઇનો 298 મતથી વિજય થયો છે. મહાલ બેઠકની પેટા ચૂંટણીમાં બીટીએસને 14 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર 17 મત મળતા બન્ને પક્ષની ડિપોઝીટ ડૂલ થઈ હતી.

ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાની મહાલ સીટ પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છગનભાઇ ઝીણાભાઈ કનસ્યા 298 મતોથી જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો. પેટા ચૂંટણીમાં સંગઠન પ્રભારી સીતાબેન નાયક, સંગઠન પ્રભારી પ્રફૂલભાઈ પાનસેરિયા, પાર્ટી પ્રમુખ દશરથભાઇ પવાર, ધારાસભ્ય વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાંવીત, મહામંત્રીઓ સહિત વિવિધ મોરચાના પ્રમુખ, મંત્રી, કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી ઘેર ઘેર પ્રચાર પ્રસારનો મહત્વનો ફાળો ભજવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 824, બીટીએસના ઉમેદવારને 14 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર 17 મત મળ્યા હતા. ડાંગની આદિવાસી પ્રજાએ વિકાસની સંવેદનશીલ સરકારને ચૂકાદો આપી ભારે જનાદેશ મળતા ડાંગ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

EVMમાંથી પેપરશીલ કોરા નીકળતા હોબાળો
સુબીર મામલતદાર કચેરીએ મતગણતરી વખતે EVMમાં પેપરશીલ કોરા નીકળતા હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસનાં ઉમેદવાર ઈશ્વરભાઈ શંકરભાઈ સાલકર દ્વારા EVM ઉપર સવાલો ઊભા કર્યા હતા. જે અંગે તેઓએ સુબીર મામલતદારને અરજી લખી ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મતગણતરી માટે લાવવામાં આવેલ EVMમાં પેપરશીલ પોલિંગ એજન્ટો અને પ્રિસાઈડિંગ ઓફિસરની સહી વગરના કોરા હતા. ઉપરાંત EVM નંબર વગરના જણાઈ આવ્યા હતા. આ બાબતે સંબંધિત અધિકારીને જાણ કરવા છતાં તેઓની વાત ધ્યાને લેવામાં આવી નથી. મતગણતરી માટે લાવવામાં આવેલ ઈવીએમ ખરેખર મતદાનમાં વપરાયેલા મશીનો નથી. જેથી મતગણતરીનાં સંમતિમાં તેઓએ સહી કરી નથી. વધુમાં તાલુકા ચૂંટણી અધિકારી સહિત મામલતદારને અરજ ગુજારી ચૂંટણી રદ કરી નવેસરથી ચૂંટણી કરવાની વિનંતિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...